________________
૨૦૮
વ્રતસ્થાપનાવસ્તક “યથા પત્નયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૦૩
ટીકાર્ય :
પાત્ર, પાત્રબંધ અને પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પડલાઓ અને રજસ્ત્રાણ, ગુચ્છા એ પાત્રનો નિર્યોગ છે. આમનું=પાત્ર વગેરેનું, સ્વરૂપ પ્રમાણના અધિકારમાં અમે કહીશું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા :
तिण्णेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती ।
एसो दुवालसविहो उवही जिणकप्पियाणं तु ॥७७३॥ અન્વયાર્થ :
તિowવ અને ત્રણ જ પછાપ-પ્રચ્છાદકો, સદર મુદપોત્તી ચેવકરજોહરણ અને મુહપત્તિ; પુણો તુટુવાનવિદો વળી આ=ગાથા ૭૭૨-૭૭૩માં બતાવી એ, બાર પ્રકારવાળી ૩વેદી ઉપધિનિયાdi= જિનકલ્પિકોને દોડું હોય છે.
ગાથાર્થ :
અને ત્રણ જ કપડાઓ, રજોહરણ અને મુહપત્તિ; વળી આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકોને હોય છે.
ટીકા :
त्रय एव प्रच्छादका: कल्पा इत्यर्थः रजोहरणं चैव भवति मुहपोत्ती=मुखवस्त्रिका, एष द्वादशविध उपधिः अनन्तरोदितः जिनकल्पिकानां भवतीति गाथार्थः ॥७७३॥ ટીકાર્ય :
ત્રણ જ પ્રચ્છાદકોકકલ્પો, રજોહરણ અને મુહપોત્તી=મુખવસ્ત્રિકા, હોય છે. અનંતરમાં ઉદિત ગાથા ૭૭૨-૭૭૩માં કહેવાયેલ, આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકોને હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
(૧) પાત્ર, (૨) પાત્રબંધ એટલે પાત્રને બાંધવાનું વસ્ત્ર અર્થાત્ ઝોળી, (૩) પાત્રસ્થાપન એટલે જેના ઉપર પાત્ર મુકાય છે તે ગરમ વસ્ત્રનો ટુકડો અર્થાત્ પાત્રની નીચેનો ગુચ્છો, (૪) પાત્રકેસરિકા એટલે જેનાથી પાત્રનું પડિલેહણ થાય છે તે ચરવળી, (૫) પડલા એટલે ભિક્ષાએ જતી વખતે પાત્ર ઉપર ઢાંકવા માટે રખાતા વસ્ત્રના ટુકડા, (૬) રજસ્ત્રાણ એટલે પાત્ર વીંટવાનો વસ્ત્રનો ટુકડો અને (૭) ગોચ્છક એટલે પાત્રની ઉપર બંધાતો ગરમ વસ્ત્રનો ટુકડો અર્થાત્ પાત્રની ઉપરનો ગોચ્છક. પાત્રસંબંધી આ સાત ઉપકરણોને પાત્રનિર્યોગ’ કહેવાય છે.
તે ઉપરાંત ત્રણ કલ્પો અર્થાત્ બે સુતરાઉ કપડાં અને એક ગરમ કામળી, ઓઘો અને મુહપત્તિ, એમ પાંચ; આ રીતે કુલ બાર પ્રકારની વસ્ત્ર-પાત્રરૂપ ઉપધિ જિનકલ્પી સાધુઓને હોય છે. I૭૭૨/૭૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org