________________
૨૨૪
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાનિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૯૪ અવતરણિકા :
પૂર્વગાથામાં પાત્રનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ માન બતાવ્યું. હવે અન્ય પદ્ધતિથી પાત્રનું માન બતાવે છે –
ગાથા :
इणमन्नं तु पमाणं णिअगाहाराओ होइ निष्फन्नं ।
कालप्पमाणसिद्धं उअरपमाणेण य वयंति ॥७९४॥ અન્વયાર્થ :
રૂ તુ-વળી આ=હવે બતાવે છે એ, બન્ને પમ અન્ય પ્રમાણ છે. મિહિરનો નિપન્નનિજ આહારથી નિષ્પન્ન એવું વાતપ્રસિદ્ધ રોટ્ટકાલના પ્રમાણથી સિદ્ધ થાય છે, સરપમાન =અને (ત) ઉદરના પ્રમાણ વડે વયંતિ કહે છે.
ગાથાર્થ :
વળી આ અન્ય પ્રમાણ છે કે જે પોતાના આહારથી નિષ્પન્ન એવું કાલના પ્રમાણથી સિદ્ધ થાય છે, અને તે ઉદરના પ્રમાણ વડે કહે છે.
ટીકા :
इदं पुनरन्यत् प्रमाणं पात्रस्य, निजाहाराद् भवति निष्पन्नं कालप्रमाणसिद्धं, उदरप्रमाणेन च वदन्त्येतन्मानमिति गाथार्थः ॥७९४॥
ટીકાર્ય :
વળી આ=પ્રસ્તુત ગાથામાં બતાવે છે એ, પાત્રનું અન્ય પ્રમાણ છે. તે જ સ્પષ્ટ કરે છે- પોતાના આહારથી નિષ્પન્ન એવું કાલના પ્રમાણથી સિદ્ધ થાય છે અર્થાત્ તે તે તીર્થકરના કાળના માપથી નક્કી થાય છે. તે માપ કઈ રીતે નક્કી થાય છે, તે જ બતાવે છે – અને એ માન=આ કાલપ્રમાણસિદ્ધ પાત્રનું માપ, શાસ્ત્રકારો ઉદરના પ્રમાણ વડે કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
વળી પાત્રનું બીજું માપ કાલપ્રમાણસિદ્ધ છે, અર્થાત્ પ્રથમ તીર્થંકરના સમયે તેમના કાળ પ્રમાણે પાત્રનું માપ સિદ્ધ થયેલ હોય છે અને ચરમ તીર્થંકરના સમયે તેમના કાળ પ્રમાણે પાત્રનું માપ સિદ્ધ થયેલ હોય છે. વળી આ કાલ પ્રમાણસિદ્ધ પાત્રનું માપ પણ પોતાના આહારથી નિષ્પન્ન ગ્રહણ કરવાનું છે, અને પોતાના આહારથી નિષ્પન્ન કાલપ્રમાણસિદ્ધ એવું પાત્રનું માપ પણ ઉદરના પ્રમાણ દ્વારા નક્કી થાય છે અર્થાતુ પોતે કેટલું ખાઈ શકે છે, તે ઉપરથી કાલપ્રમાણસિદ્ધ પાત્રના માપનો નિર્ણય થાય છે; અને તે ઉદરના પ્રમાણ દ્વારા પાત્રનું માપ આગળની ગાથામાં દર્શાવે છે. ૭૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org