________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : 'ભક્ત' | ગાથા ૭૬૮
૨૦૩
અન્વયાર્થ :
મા (આહારનું) માન વત્તીસંવત્નબત્રીશ કવલો છે, રાગદોરિંગરાગ અને દ્વેષથી ધૂમખું ત્નિ ધૂમ અને અંગાર થાય છે, વેગવદ્ગારંગાવૈયાવૃજ્યાદિ વારVi=કારણ છે, વિીિ=અવિધિમાં=વૈયાવૃજ્યાદિ કારણ વગર આહારના પરિભોગમાં, બફારો અતિચાર થાય છે. ગાથાર્થ :
આહારનું પ્રમાણ બત્રીશ કોળિયા છે, રાગ અને દ્વેષથી ધૂમ અને અંગારદોષ થાય છે, વૈયાવૃત્યાદિ આહારના પરિભોગમાં કારણ છે, વેચાવૃત્યાદિ કારણ વગર આહારના પરિભોગમાં અતિચાર થાય છે. ટીકા :
द्वात्रिंशत्कवला मानमाहारस्य, एतच्च पुंसः, स्त्रियाः पुनरष्टाविंशतिः, रागद्वेषाभ्यां धूमाङ्गारमिति, रागेण परिभोगेऽङ्गारश्चारित्रदाहात्, द्वेषेण तु धूमः चारित्रेन्धनप्रदीपनात्, वैयावृत्त्यादीनि कारणान्याहारपरिभोगे, आदिशब्दाद्वेदनादिपरिग्रहः, अविधावतिचार इति अत्राविधौ क्रियमाणे व्रतातिचारो भवतीति માથાર્થ: I૭૬૮(દ્વાર) |
ટીકાર્ય :
આહારનું માન બત્રીશ કોળિયા છે, અને આ=બત્રીશ કોળિયારૂપ આહારનું માન, પુરુષનું છે. વળી સ્ત્રીનું અઠ્યાવીશ કોળિયા છે. રાગ અને દ્વેષથી ધૂમ અને અંગાર થાય છે=ચારિત્રનો દાહ થવાથી રાગથી આહારના પરિભોગમાં અંગાર, વળી ચારિત્રરૂપી ઈધનનું પ્રદીપન થવાથી શ્વેષથી પરિભોગમાં ધૂમ થાય છે. આહારના પરિભોગમાં વૈયાવૃત્યાદિ કારણો છે. “વૈયાવૃજ્યાનિ'માં ‘માદ્રિ' શબ્દથી વેદનાદિનો પરિગ્રહ છે. અવિધિમાં અતિચાર થાય છે અર્થાતુ અહીં વૈયાવૃજ્યાદિ છ કારણોના વિષયમાં, અવિધિ કરાતે છતે વ્રતમાં અતિચાર થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પુરુષના આહારનું પ્રમાણ બત્રીશ કોળિયા છે અને સ્ત્રીના આહારનું પ્રમાણ અઠ્યાવીશ કોળિયા છે. આનાથી અતિરિક્ત આહાર વાપરે તો સાધુને પ્રમાણદોષની પ્રાપ્તિ થાય છે.
આહારનો પરિભોગ રાગપૂર્વક કરવાથી અંગારદોષ થાય છે, કેમ કે સમભાવરૂપ ચારિત્રનો દાહ થાય છે. અર્થાત્ જેમ અગ્નિ સળગાવવાથી લાકડાં બળીને અંગારા થઈ જાય છે, તેમ આહારમાં રાગ કરવાથી ચારિત્ર બળીને અંગારા જેવું થઈ જાય છે.
વળી, આહાર દ્વેષપૂર્વક વાપરવાથી ધૂમદોષ થાય છે; કેમ કે ચારિત્રરૂપી ઇંધનનું પ્રદીપન થાય છે. અર્થાત્ જેમ ઇંધન સળગાવવાથી ધૂમાડો થાય છે, તેમ આહારમાં દ્વેષ કરવાથી ચારિત્ર બળવાની શરૂઆત થાય છે.
વળી, આહારના પરિભોગમાં વૈયાવૃજ્યાદિ છે કારણો છે, તેમાંથી કોઈપણ કારણ વગર આહાર વાપરવાથી વ્રતમાં અતિચાર થાય છે, જે કારણદોષ છે. ll૭૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org