________________
૧૯૪
વતસ્થાપનાવસ્તક ‘યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૫૮-૦૫૯
ઘરે ત્રીજું મૃત્યુ થયું. આમ, બે-ત્રણ વખત આ રીતે ઘરમાં સ્વજનોનું મૃત્યુ થતું હોવાથી દ્વારપાળ પાસેથી વાત સાંભળીને તે બ્રાહ્મણે વિચાર્યું કે “આપણે સાધુને ભિક્ષા આપતા નથી, તેથી જ આપણા ઘરે દર મહિને એકેકનું મૃત્યુ થાય છે, તે સાધુના ક્રોધનું જ આ ફળ છે.” એમ જાણીને જ્યારે મહિનાની તિથિએ તે બ્રાહ્મણ સર્વને ફરી જમાડતો હતો, તે વખતે ફરી પેલા માસક્ષમણ કરનાર સાધુ માસક્ષમણના પારણે વહોરવા માટે આવ્યા, ત્યારે સાધુના ક્રોધના ફળની સંભાવનાથી તે બ્રાહ્મણ તે સાધુને સારી સારી ભિક્ષા આપે છે. આ રીતે સાધુને વહોરાવેલી તે ભિક્ષા કોડપિંડ દોષવાળી કહેવાય; કેમ કે આ પિંડ સાધુના ક્રોધથી થયેલ મૃત્યુરૂપ ફળની સંભાવનાથી અપાયેલો છે.
આ ક્રોધપિંડનું કથાનક છે, આ રીતે માનપિંડ આદિનાં પણ કથાનકો પિંડનિર્યુક્તિમાંથી જાણી લેવાં. II૭૫૮
ગાથા :
अतिलोभा परिअडई आहारट्टा य संथवं दुविहं ।
कुणइ पउंजइ विज्जं मंतं चुण्णं च जोगं च ॥७५९॥ અન્વયાર્થ :
મહિર આહારને માટે તિત્વોમા=અતિલોભથી પતિ ફરે છે, વિદં વંથવં બે પ્રકારના સંસ્તવને ૩Uરૂ કરે છે, વિન્ન પંત યુdui નો રંગવિદ્યાને, મંત્રને, ચૂર્ણને અને યોગને પલંગડું પ્રયોજે છે. ગાથાર્થ :
આહાર માટે અતિલોભથી ફરે તે લોભપિંડ છે, આહાર માટે બે પ્રકારના સંસ્તવને કરે તે પૂર્વસંસ્તવ-પશ્ચાસંતવપિંડ છે, આહાર માટે વિધા, મંત્ર, ચૂર્ણ અને યોગને પ્રયોજે તે વિધાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ છે. ટીકા :
अतिलोभात् पर्यटत्याहारार्थमिति लोभपिण्डः सिंहकेसरकयतेरिव । आहारार्थमेव संस्तवं परिचयं द्विविधं करोति पूर्वपश्चाद्भेदेन । एवमाहारार्थमेव प्रयुङ्क्ते विद्यां मन्त्रचूर्णे च योगं च, तत्र देवताधिष्ठितोऽक्षरविन्यासो विद्या, देवाधिष्ठितस्तु मन्त्रः, चूर्णः पादलेपादिः, योगो वशीकरणादीति गाथार्थः ।।७५९॥ નોંધ :
પિંડનિર્યુક્તિ ગાથા ૪૯૪માં “સાધના સ્ત્રી રેવતીરૂપ વિદ્યા' અને “નાથના પુરુદેવતાધિષ્ઠાતા વા મંત્ર:' એ પ્રકારે વિદ્યા અને મંત્રની વ્યાખ્યા કરેલ છે. અને તે રીતે અર્થ કરીએ તો એ પ્રાપ્ત થાય કે સાધનાપૂર્વક સિદ્ધ થતી સ્ત્રીદેવતારૂપ વિધા છે, જે સિદ્ધ થતાં સાધકનું ઇચ્છિત કાર્ય સાધી આપે છે; અને મંત્રનો અધિષ્ઠાતા પુરુપદેવતા હોય છે, તે દેવને સાધનાથી વશ કરવો પડતો નથી, પરંતુ તે મંત્ર આવડતો હોય તો કાર્ય સિદ્ધ થાય છે. * “પવિત્રે પાકિઃ'માં ‘વિ' પદથી નયનાંજનચૂર્ણનું ગ્રહણ છે. * “
વરાત્રિ''માં ‘મા' પદથી સૌભાગ્ય-દર્ભાગ્ય કરનાર વગેરે યોગોનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org