________________
વ્રતસ્થાપનાવસ્તુક | રથ પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાથા ૭૪૯-૦૫૦
૧૮૫
નોંધ :
મૂળગાથામાં ળિયું શબ્દ સંબંધક ભૂતકૃદંતના અર્થમાં છે, તેથી ટીકામાં માનતું ને સ્થાને માનીય હોય તેમ (માસે છે.
ટીકાર્ય :
વળી સ્વગામ-પરગામમાંથી લાવીને જે ઉદ્ઘાહિમાદિને આપે છે. આવા પ્રકારનું તે=ઉદ્ઘાહિમકાદિ, અભ્યાહત થાય છે. રાતિ એ પ્રકારે વર્તે છે અર્થાત્ પૂર્વ ગાથામાંથી પ્રસ્તુત ગાથામાં અનુવર્તન પામે છે; અને છાણ, માટી વગેરે દ્વારા ઉપલિપ્તને ભેદીને જે ભક્ત આપે છે, તે ઉભિન્ન કહેવાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પરગામમાં રહેતા કે સ્વગામમાં પણ દૂર રહેતા ગૃહસ્થો સાધુને વહોરાવવા માટે પ્રાયઃ કરીને તળેલાં, ફરસાણ, મિષ્ટાન્ન જેવાં જ દ્રવ્યો લાવતા હોય છે, પરંતુ રસોઈ લાવતા નથી. આથી તેને સામે રાખીને અહીં ઉદ્ઘાહિમાદિ શબ્દ વાપર્યો છે; આમ છતાં કોઈ ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે રસોઈ પણ લાવે તો તે અભ્યાહત દોડવાળી જ બને છે. આથી “દિરમાં ‘મા’ પદથી મિષ્ટાન્ન, રસોઈ વગેરેનું ગ્રહણ કરવાનું છે.
વળી ઘી, તેલ વગેરે બગડી ન જાય તે માટે ઘી વગેરેના ભાજન ઉપર છાણ, માટી વગેરેનો લેપ કર્યો હોય અને સાધુને વહોરાવવા અર્થે ગૃહસ્થ તે લેપ તોડે, તો તે ભાજનમાં રહેલ ઘી આદિ ઉભિન્ન દોષવાળું બને છે; કેમ કે ઘણા કાળથી એમ ને એમ પડી રહેલ તે ભાજનનો લેપ ભેદવાને કારણે તે લેપ ઉપર રહેલ કોઈ સૂક્ષ્મ જીવાતોની સાધુ નિમિત્તે હિંસા થવાની સંભાવના રહે છે. તેથી તે ઘી આદિ વહોરનાર સાધુને ઉભિન્નદોષની પ્રાપ્તિ થાય. NI૭૪૯ાા અવતરણિકા :
(૧૩-૧૪) માલાપહતદોષ અને આચ્છઘદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
मालोहडं तु भणिअं जं मालाईहिं देइ घेत्तूणं ।
अच्छिज्जं च छिदिअ जं सामी भिच्चमाईणं ॥७५०॥ અન્વયાર્ચ :
માતાદિં તુ વળી માલાદિથી શેતૂ ગ્રહણ કરીને ગં=જે રે આપે છે, (ત) માતોદડું-માલાપહૃત મિષ્યમાdi અને મૃત્યાદિનું છીનવીને સાથી નં-સ્વામી જે (આપે છે, તે) છિન્ને આચ્છેદ્ય
કહેવાયું છે. ગાથાર્થ :
વળી માળ વગેરે ઉપરથી ગ્રહણ કરીને જે ભક્ત સાધુને આપે છે, તે માલાપહત દોષવાળું કહેવાય; અને બૃત્યાદિનું છીનવીને માલિક જે ભક્ત સાધુને આપે છે, તે ભક્ત આચ્છેદ દોષવાળું કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org