________________
વતસ્થાપનાવસ્તુકારથી પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ગાથા ૭૫૬ . ૧૯૧ ગાથાર્થ :
પિંડ માટે ધાત્રીપણાને કરે છે, તે ધાત્રીપિંડ છે, તે રીતે જ દૂતીપણાને કરે છે, તે દૂતીપિંડ છે, અથવા અતીતાદિ નિમિત્તને કહે છે, તે નિમિત્તપિંડ છે, અથવા જાત્યાદિને આજીવિકાનું સાધન બનાવે છે, તે આજીવપિંડ છે. ટીકા :
धातृत्वमिति बालमधिकृत्य मज्जनादिधातृभावं करोति कश्चित्साधुः पिण्डार्थ भोजननिमित्तं । तथैव दूतित्वं-दुहित्रादिसंदेशनयनलक्षणं । तीतादिनिमित्तं वा कथयति पिण्डनिमित्तमेव । जात्यादि वाऽऽजीवति तत्कर्मप्रशंसादिना, आदिशब्दाच्छिल्पादिपरिग्रह इति गाथार्थः ॥७५६॥ * “મન્નનાથામાd"માં ‘રિ’ પદથી ક્ષીર, મંડણ, ક્રીડાપન અને અંકરૂપ અન્ય ચાર પ્રકારના ધાત્રીભાવનું ગ્રહણ છે. * “તીતા'માં ‘મારિ' પદથી અનાગતનું ગ્રહણ છે. * “ફિત્પત્તિમાં “મરિ' પદથી ચિત્રકળા, લેખનકળા વગેરે કર્મનો સંગ્રહ છે. * “તHપ્રશંસના'માં “' પદથી તે તે વ્યક્તિના પરિચયનું ગ્રહણ છે. ટીકાર્ય :
પિંડના અર્થે=ભોજનના નિમિત્તે, કોઈ સાધુ ધાતૃપણાને=બાળકને આશ્રયીને મજ્જનાદિ ધાતૃભાવને, કરે છે. તે રીતે જ પુત્રી આદિનો સંદેશ લઈ જવાના સ્વરૂપવાળું દૂતીપણું કરે છે, અથવા પિંડના નિમિત્તે જ તીતાદિના=ભૂતકાળ વગેરેના, નિમિત્તને કહે છે, અથવા તેના કર્મની પ્રશંસાદિ દ્વારા જાત્યાદિને આજીવે છે=જાતિઆદિવાળી વ્યક્તિના કાર્યની પ્રશંસા આદિ કરવા દ્વારા જાતિ વગેરેને આજીવિકાનું સાધન બનાવે છે.
માઃિ' શબ્દથી શિલ્પાદિનો પરિગ્રહ છે “નાત્યાત્રિમાં ‘ત્રિ' શબ્દથી શિલ્પકર્મ વગેરેનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે શિલ્પકળા વગેરે જાણનાર વ્યક્તિના શિલ્પ વગેરે કાર્યની પ્રશંસા આદિ. કરવા દ્વારા અને તે તે વ્યક્તિનો પરિચય કરવા દ્વારા શિલ્પ વગેરેને આજીવિકાનું સાધન બનાવવું તે ઉત્પાદનનો આજીવપિંડદોષ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
(૧) બાળકને રમાડવું વગેરે ધાત્રીભાવ કરવા દ્વારા જે સાધુ પિંડની પ્રાપ્તિ કરે, તે સાધુને ધાત્રીપિંડદોષની પ્રાપ્તિ થાય છે. •
(૨) એ જ ગામમાં કે બીજા ગામમાં પુત્રી પરણાવી હોય તો તેના ઘરે વહોરવા જતી વખતે માતાપિતાનો સંદેશો પુત્રીને પહોંચાડે અથવા પુત્રીનો સંદેશો માતા-પિતાને પહોંચાડે, આવા પ્રકારનું દૂતીપણું જે સાધુ પિંડ માટે કરે છે, તેને દૂતીપિંડદોષની પ્રાપ્તિ થાય છે.
(૩) વળી, જે સાધુ પિંડ માટે લોકોને ભૂત-ભાવિના નિમિત્તને કહે છે, તે સાધુને નિમિત્તપિંડદોષની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org