________________
૧૧૫
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : “ગર' / ગાથા ૬૯૩-૯૪ ટીકા : ___इय-एवं निष्कलङ्कमार्गानुसेवनं क्रियमाणं भवति शुद्धमार्गस्य, किमित्याह-जन्मान्तरेऽपि कारणम्, अभ्यासात्, अतश्च मार्गो (?मार्गात्) नियमेन मोक्षः परम्परयेति गाथार्थः ॥६९३॥ નોંધ :
ટીકામાં માર્ગો છે, તેના સ્થાને માત હોય તેવું ભાસે છે. * “ગોડ'માં “પિ'થી એ બતાવવું છે કે નિષ્કલંક માર્ગનું અનુસેવન આ જન્મમાં તો શુદ્ધ માર્ગનું કારણ છે જ, પરંતુ જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું કારણ બને છે. ટીકાર્ય :
આ રીતે ગાથા ૬૯૦થી ૯૯૨માં કહ્યું એ રીતે, કરાતું એવું નિષ્કલંક માર્ગનું અનુસેવન જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું, શું? એથી કહે છે-કારણ થાય છે, કેમ કે અભ્યાસ છે=આ જન્મમાં શુદ્ધ માર્ગનો અભ્યાસ છે, અને આનાથી માર્ગથી=જન્માંતરમાં પણ પ્રાપ્ત થયેલ માર્ગથી, પરંપરા વડે નિયમથી મોક્ષ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૬૮૯માં કહ્યું કે ગુરુગુણથી યુક્ત એવા ગુરુને યોગ્ય શિષ્ય મૂકે નહિ, અને ત્યારપછી ગાથા ૬૯૦થી ૬૯૨માં ગુરુપરતંત્ર્ય સ્વીકારનાર શિષ્યને પ્રાપ્ત થતા ૧૧ લાભો બતાવ્યા. એ રીતે નિષ્કલંક એવા માર્ગનું કરાતું અનુસેવન જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું કારણ બને છે; કેમ કે ગુરુકુલવાસમાં રહેનાર સાધુએ આ ભવમાં ગુણવાન ગુરુને પરતંત્ર થઈને જે શુદ્ધ માર્ગનો અભ્યાસ કર્યો છે, તેના સંસ્કારો ભવાંતરમાં પણ સાથે આવે છે; અને ગુણવાન ગુરુનું પાતંત્ર્ય સ્વીકારવાને કારણે બંધાયેલ ઉત્તમ કોટિનું પુણ્યાનુબંધી પુણ્ય તે સાધુને જન્માંતરમાં તેવી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરાવે છે, જે સામગ્રી જન્માંતરમાં ફરીથી તે શુદ્ધ માર્ગનું કારણ બને છે, જેનાથી પરંપરાએ નક્કી મોક્ષની પ્રાપ્તિ થાય છે. I૬૯૩
ગાથા :
एवं गुरुकुलवासो परमपयनिबंधणं जओ तेणं ।
तब्भवसिद्धीएहि वि गोअमपमुहेहि आयरिओ ॥६९४॥ અન્વયાર્થ :
નમો જેનાથી–ઉક્ત ન્યાયથી, પર્વ આ રીતે ગુરુનવા ગુરુકુલવાસ પરમપવિંથv=પરમપદનું નિબંધન છે=કારણ છે, તેf=તે કારણથી તમવસિદ્ધીદિવિ=તભવસિદ્ધિક એવા પણ માપમુહિં ગૌતમ પ્રમુખો વડે (ગુરુકુલવાસ) માયોિ આચરિત છે.
ગાથાર્થ :
ઉક્ત ન્યાયથી આ રીતે ગુરુકુલવાસ પરમપદનું કારણ છે, તે કારણથી તે ભવમાં સિદ્ધ થનારા એવા પણ ગીતમસ્વામી વગેરે વડે ગુરફુલવાસ સેવાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org