________________
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતાનિ' દ્વાર/પેટા દ્વાર: “ગચ્છ' | ગાથા ૦૦૨-૦૦૩
૧૨૫
ગાથા :
नणु गुरुकुलवासम्मी जायइ नियमेण गच्छवासो उ।
जम्हा गुरुपरिवारो गच्छो त्ति निदंसिअं पुव्वि ॥७०२॥ અન્વયાર્થ :
નgeખરેખર ગુરુવાણી ગુરુકુલવાસમાં અચ્છવાસો ૩ ગચ્છવાસ વળી નિયણે નિયમથી નાયડુ થાય છે, ના=જે કારણથી ગુરુપરિવારો ગુરુનો પરિવાર છોકગચ્છ છે, રિએ પ્રમાણે વ્ર પૂર્વે નિયંસિ-દર્શાવાયું છે.
ગાથાર્થ :
ખરેખર ગુરુકુલવાસમાં ગચ્છવાસ વળી નિયમથી થાય છે, જે કારણથી ગુરનો પરિવાર એ ગચ્છ છે, એ પ્રમાણે ગાથા ૬૯૬માં તમારા વડે દર્શાવાયું છે. ટીકા :
ननु गुरुकुलवासे सति जायते गच्छवासस्तु ध्रुवः, कुत इत्याह-यस्माद् गुरुपरिवारो गच्छ इत्येतन्निदर्शितं पूर्वं भवतेति गाथार्थः ॥७०२॥
ટીકાર્ય :
ખરેખર ગુરુકુલમાં વાસ હોતે છતે વળી ગચ્છમાં વાસ ધ્રુવ=નક્કી, થાય છે. કયા કારણથી? એથી કહે છે. જે કારણથી ગુરુનો પરિવાર ગચ્છ છે, એ પ્રકારનું કથન તમારા વડેeગ્રંથકાર વડે, પૂર્વે-ગાથા ૬૯૬માં, દર્શાવાયેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ના થી પૂર્વપક્ષી શંકા કરે છે કે ગુરુકુલમાં વસતા સાધુને ગચ્છવાસ નિયમથી થાય છે, તેથી વ્રતપાલનના ઉપાયોમાં ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ ગ્રહણ કરવાની જરૂર નથી. વળી તેમાં મુક્તિ આપે છે કે ગાથા ૬૯૬માં તમારા વડે જ “ગુરુનો પરિવાર એ ગચ્છ છે,” એમ કહેવાયું હતું, માટે પણ નક્કી થાય કે જે સાધુ ગુરુકુલવાસ સેવે, તે સાધુને ગચ્છવાસ અવશ્ય પ્રાપ્ત થાય. તેથી વ્રતપાલનના ઉપાયોમાં ગચ્છવાસરૂપ ઉપાય જુદો ગ્રહણ કરવો ઉચિત નથી. I૭૦રા
અવતરણિકા :
अत्रोत्तरम् -
અવતરણિકાર્ય :
અહીં પરે કરેલી શંકામાં, ઉત્તરને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org