________________
૧૫૦
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૧૯-૦૨૦ વળી, જે શ્રાવક જિનાજ્ઞાનિરપેક્ષ થઈને સાધુ માટે વસતિ બનાવે છે, તે શ્રાવકની વસતિ ભાવસાધુ માટે ચારિત્રની પીડાનું કારણ છે. માટે તેવી વસતિ પરમાર્થથી સ્વાર્થરૂપ નથી, પરંતુ અનર્થરૂપ છે; કેમ કે તે વસતિ નિર્વિચારક શ્રાવક માટે કર્મબંધનું કારણ બને છે. - સંક્ષેપથી સાર એ છે કે સાધુને નિર્દોષ મળે તેવી વસતિ શ્રાવક માટે પરમાર્થથી સ્વાર્થની સાધક છે અને સાધુના સંયમમાં મલિનતાનું કારણ બને તેવી વસતિ શ્રાવક માટે પરમાર્થથી અનર્થરૂપ છે. ll૭૧૯ અવતરણિકા :
स्त्र्यादिविवज्जितां प्रतिपादयन्नाह - અવતરણિકાર્ય :
ગાથા ૭૦૬માં વસતિનું સ્વરૂપ વર્ણવ્યું, અને ગાથા ૭૦૦થી ૭૧૭માં વ્યતિરેકથી મૂલ-ઉત્તરગુણોથી શુદ્ધ વસતિનું વિસ્તૃત સ્વરૂપ બતાવ્યું. હવે ગાથા ૭૨૦થી ૭૨૯માં સ્ત્રી આદિથી વર્જિત એવી વસતિને પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
थीवज्जिअं विआणह इत्थीणं जत्थ ठाणरूवाई।
सद्दा य ण सुव्वंती ता वि अ तेसिं न पिच्छंति ॥७२०॥ અન્વયાર્થ :
સ્થ-જ્યાં રૂસ્થvi સ્ત્રીઓનાં વાઈરૂવાડું સ્થાન અને રૂપ (દેખાતાં નથી) સ વ અને શબ્દો સુવ્રત સંભળાતા નથી, તા વિ અને તેઓ પણ=સ્ત્રીઓ પણ, તેfહં તેઓના=પુરુષોના, (સ્થાન અને રૂપ) પિચ્છતિ જોતી નથી, (તેવી વસતિ) થવન્વિયં સ્ત્રીવર્જિત વિકાદ-જાણવી. ગાથાર્થ :
જ્યાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ દેખાતાં નથી અને શબ્દો સંભળાતા નથી અને સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ જોતી નથી, તેવી વસતિ સ્ત્રીવર્જિત જાણવી. ટીકા :
स्त्रीवर्जितां विजानीत, स्त्रीणां यत्र स्थानरूपे न दृश्येते इति वाक्यशेषः, शब्दाश्च न श्रूयन्ते यत्र, ता अपि च स्त्रियस्तेषां पुरुषाणां न पश्यन्ति स्थानरूपे न शृण्वन्ति च शब्दानिति गाथार्थः ॥७२०॥ ટીકાર્ય :
જ્યાં જે વસતિમાં, સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ દેખાતાં નથી અને જ્યાં=જે વસતિમાં, સ્ત્રીઓના શબ્દો સંભળાતા નથી, અને તેઓ પણ=સ્ત્રીઓ પણ, તેઓનાં-પુરુષોનાં, સ્થાન અને રૂપ જોતી નથી અને શબ્દોને સાંભળતી નથી, તેવી વસતિ સ્ત્રીવર્જિત જાણવી, તે એ પ્રકારે વાક્યનો શેષ છે મૂળગાથાના પૂર્વાર્ધના અંતે અધ્યાહાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org