________________
- ૧૦૧
વ્રતસ્થાપનાવસ્તુક | યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “સંસર્ગ' | ગાથા ૦૩૬-૯૩૦ કડવા ફળવાળો થયો. તે રીતે પાર્થસ્થાદિ સાથે રહેલ સુસાધુ પણ પાર્થસ્થાદિના પ્રમાદાદિ ભાવો પ્રાપ્ત કરે છે : એ વાત પૂર્વપક્ષીને ગ્રંથકાર આ રીતે દૃષ્ટાંત દ્વારા પણ સમજાવે છે.
અહીં પ્રશ્ન થાય કે ગાથા ૭૩૧માં ફૂલ અને તલના દષ્ટાંતથી ભાવુક દ્રવ્યો સંસર્ગથી પ્રતિયોગીના ગુણ પ્રાપ્ત કરે છે તેમ બતાવેલ, તો અહીં ફરી આંબા અને લીમડાનું દષ્ટાંત કેમ દર્શાવ્યું ? તેનો આશય એ છે કે ફૂલ અને તલના દષ્ટાંતથી એટલું જ જણાવવું છે કે ભાવુક દ્રવ્યો સંસર્ગથી વાસિત થાય છે, જયારે આંબા અને લીમડાના દષ્ટાંતથી એ જણાવવું છે કે જેમ આંબાના ઝાડની કેરીઓ મધુર હોવા છતાં કડવા લીમડાના સંસર્ગથી તે કેરીઓની મધુરતા નાશ પામી અને તે કેરીઓ કડવાશને પામી, તેમ સુસાધુ ગુણવાન હોવા છતાં પાર્થસ્થાદિ કુસાધુઓના સંસર્ગથી તે સુસાધુની ગુણવત્તા નાશ પામે છે અને તે સાધુ પાર્થસ્થાદિની જેવા પ્રમાદી બને છે. ll૭૩૬ll અવતરણિકા :
दोषान्तरोपदर्शनेन प्रकृतमेव समर्थयन्नाह - અવતરણિકાર્ય :
ગાથા ૭૩૦માં પાર્થસ્થાદિના સંસર્ગના ત્યાગનો ઉપદેશ આપ્યો અને ત્યારપછી યુક્તિથી અને દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે પાર્થસ્થાદિના સંસર્ગથી દોષો થાય છે, આથી સાધુએ પાર્થસ્થાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ.
હવે પાર્થસ્થાદિના સંસર્ગથી થતા દોષાંતરને દર્શાવવા દ્વારા સાધુએ પાર્થસ્થાદિનો સંસર્ગ વર્જવો જોઈએ, એ રૂપ પ્રકૃતિને જ સમર્થન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
संसग्गीए दोसा निअमादेवेह होइ अक्किरिया ।
लोए गरिहा पावे अणुमइ मो तह य आणाई ॥७३७॥ दारं ॥ અન્વચાર્થ :
સંસાર-સંસર્ગથી રૂદ અહીં=સંયમજીવનમાં, રિયા=અક્રિયા, રિલોકમાં ગર્તા, પાવે ગુમડુ પાપમાં અનુમતિ, તદય અને તે રીતે મારૂં આજ્ઞાદિ દોસ-દોષો નિદેવ-નિયમથી જ દોડુંથાય છે. * “ો' પાદપૂર્તિ અર્થક નિપાત છે.
ગાથાર્થ :
પાર્થસ્થાદિ સાથે સંસક્તિથી સંયમજીવનમાં અક્રિયા, લોકમાં ગહ, પાપમાં અનુમતિ અને તે રીતે આજ્ઞાભંગાદિ દોષો નક્કી જ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org