________________
વ્રતસ્થાપનાવસ્તક/યથી પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' / ગાથા ૭૩૦-૭૩૮
૧૦૩ સુસાધુ કદાચ પ્રમાદી ન હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉચિત ક્રિયાઓ કરતા હોય, તોપણ તે સાધુ પાર્થસ્થાદિના સંસર્ગને કારણે લોકમાં ગહપાત્ર બને છે.
(૩) વળી, પ્રમાદી સાથે સહવાસ કરવાથી પ્રમાદીના પાપની અનુમતિ થાય છે. માટે પાર્થસ્થાદિ સાથે રહેલ સુસાધુ અપ્રમાદી હોય અને સર્વ ક્રિયાઓ જિનાજ્ઞાનુસાર કરતા હોય, તો પણ તે સાધુને પાર્થસ્થાદિના પાપની અનુમતિ લાગે છે.
(૪) વળી ભગવાને પાર્થસ્થાદિ સાથે રહેવાનો નિષેધ કર્યો હોવા છતાં સુસાધુ પાર્થસ્થાદિ કુસાધુઓ સાથે રહે, તો તે પ્રકારની ભગવાનની આજ્ઞાનો ભંગ થવાથી સુસાધુને પણ તે પ્રકારના આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે. વિશેષાર્થ :
ઉત્સર્ગથી સાધુને પાર્થસ્થાદિ સાથે રહેવાનો નિષેધ હોવા છતાં કાળની વિષમતાને કારણે જ્યારે સુસાધુનો યોગ થતો ન હોય ત્યારે પણ સુસાધુને એકાકી રહેવાનો નિષેધ હોવાથી અપવાદથી પાર્થસ્થાદિ પાંચ પ્રકારના કુસાધુઓ સાથે રહેવાની શાસ્ત્રમાં વિધિ છે. માટે અપવાદથી સુસાધુ પાર્થસ્થાદિ સાથે રહેતા હોય અને પોતે પાપભીરુ હોય તો તે સાધુને ખ્યાલ હોય કે “આ સાધુઓ પ્રમાદી છે, માટે મારે અત્યંત સાવધાનીપૂર્વક સંયમની આરાધનામાં યત્ન કરવો પડશે, જેથી તેના પ્રમાદદોષની મને પ્રાપ્તિ ન થાય.” આમ વિચારીને પણ કુસાધુઓ સાથે રહેતા તે સુસાધુને જયારે ગુણવાન ગચ્છની પ્રાપ્તિ થાય ત્યારે તે પાર્થસ્થાદિ કુસાધુઓને છોડીને તે સુસાધુ ગુણવાન ગચ્છમાં વસે.
વળી, આવા પ્રકારના પરિણામવાળા સુસાધુ જયારે પાર્થસ્થાદિ સાથે રહેતા હોય ત્યારે પણ તે કુસાધુઓના પાપની અનુમતિ તે સુસાધુને થતી નથી અને આજ્ઞાભંગ આદિ દોષો પણ થતા નથી; કેમ કે તે સુસાધુ જિનાજ્ઞા મુજબ અપવાદથી પાર્થસ્થાદિ સાથે રહેલા છે; પરંતુ જો અપવાદનું કારણ ન હોય અથવા તો અપવાદનું કારણ હોવા છતાં પાર્થસ્થાદિ સાથે રહેલ તે સુસાધુ કુસાધુઓના પ્રમાદને જોઈને પ્રમાદી બની જાય, તો તેને તે પ્રકારના આજ્ઞાભંગાદિ દોષોની પ્રાપ્તિ નક્કી થાય છે. ll૭૩૭ અવતરણિકા :
साम्प्रतं भक्तविधिमाह - અવતરણિતાર્થ :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો દર્શાવ્યા. તેમાંથી ગુરુ, ગચ્છ, વસતિ, પાર્થસ્થાદિના સંસર્ગનો ત્યાગ, એમ ચાર ઉપાયોનું ગાથા ૬૮૯થી માંડીને ગાથા ૭૩૭ સુધીમાં વર્ણન કર્યું. હવે વ્રતપાલનના પાંચમા ઉપાયરૂપ ભક્તની વિધિને ગાથા ૭૩૮થી ૭૬૮ સુધી કહે છે –
ગાથા :
भत्तं पि हु भोत्तव्वं सम्मं बायालदोसपरिसुद्धं । उग्गममाई दोसा ते अ इमे हुंति नायव्वा ॥७३८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org