________________
૧૦૪
વતસ્થાપનાવસ્તકા વથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત' | ગાથા ૦૪૬
અન્વયાર્થ :
વાયાનોપરિશુદ્ધ મત્ત પિતાલીશ દોષોથી પરિશુદ્ધ ભક્ત પણ સમi=સમ્યગ મોત્તળંગવાપરવું જોઈએ. તે અને તે બેંતાલીશ દોષો, રૂ==આગળમાં કહેવાશે એ, ૩ામમારું તોસાઉદ્ગમાદિ દોષો નાવ્યા હૃતિ-જ્ઞાતવ્ય થાય છે. * “' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
બેંતાલીશ દોષોથી પરિશુદ્ધ ભક્ત પણ સમ્યગ વાપરવું જોઈએ, અને બેંતાલીશ દોષો આગળમાં કહેવાશે એ ઉદ્ગમાદિ દોષો જ્ઞાતવ્ય થાય છે. ટીકા :
भक्तमपि ओदनादि भोक्तव्यं सम्यग् आशंसारहितेन द्विचत्वारिंशद्दोषपरिशुद्धं कल्पनीयम्, उद्गमादयो दोषा अत्र गृह्यन्ते, ते चामी-वक्ष्यमाणलक्षणा भवन्ति ज्ञातव्या इति गाथार्थः ॥७३८॥ * “માઁ fપ'માં ‘મપિ'થી એ કહેવું છે કે ૪૨ દોષોથી અપરિશુદ્ધ ભક્ત તો ન વાપરવું જોઈએ, પરંતુ ૪૨ દોષોથી પરિશુદ્ધ ભક્ત પણ આશંસાથી રહિતપણે સાધુએ વાપરવું જોઈએ. ટીકાર્ય :
કલ્પનીય સાધુને કહ્ય, એવું બેતાલીશ દોષોથી પરિશુદ્ધ ઓદનાદિ ભક્ત પણ આશંસાથી રહિત એવા સાધુએ સમ્યગુ વાપરવું જોઈએ. અહીં=બેતાલીશ દોષોમાં, ઉદ્ગમાદિ દોષો ગ્રહણ કરાય છે, અને તે-તે ઉદ્ગમાદિ દોષો, આ=કહેવાનાર સ્વરૂપવાળા, જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુએ સંયમની વૃદ્ધિ માટે જ ભોજન કરવાનું છે. તેથી સાધુ ઉચિત કાળે ભોજન ન કરે તો સંયમની હાનિ થાય; કેમ કે સંયમની સાધના શરીરબળ, મનોબળ વગેરેથી થાય છે. આથી શરીરને ઉપખંભક આહાર વાપરવામાં આવે તો જ સંયમની વૃદ્ધિ થઈ શકે. માટે શરીરને ઉપષ્ટભક એવો પણ આહાર સાધુ કઈ રીતે વાપરે, તે ગ્રંથકાર બતાવે છે –
બેંતાલીશ દોષોથી પરિશુદ્ધ એવો ઓદનાદિ આહાર પણ સાધુએ આશંસાથી રહિતપણે વાપરવો જોઈએ. અહીં “આશંસા' શબ્દથી શરીરની પુષ્ટિની કે શાતાની આશંસા ગ્રહણ કરવાની છે. આથી જે સાધુ બેતાલીશ દોષોથી રહિત પણ આહાર શરીરની પુષ્ટિ કે શાતા માટે કરતા હોય, તે સાધુએ કરેલ ભોજન સંયમનું ઉપષ્ટભક તો બનતું નથી, પરંતુ સંયમના અપકર્ષનું કારણ બને છે; અને પ્રસ્તુત ભોજનવિધિ સાધુએ સંયમની વૃદ્ધિ અર્થે કરવાની છે, તેથી આહાર વાપરવા માટે ઉત્સર્ગથી જેમ ગોચરીના ૪ર દોષોનું વર્ઝન આવશ્યક છે, તેમ આશંસાથી રહિત થઈને ભોજન કરવું પણ આવશ્યક છે, અને તે ૪ર દોષો આગળની ગાથાઓમાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. ૭૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org