________________
વ્રતસ્થાપનાવસ્તુક/યથી પાનિયતથાનિ' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૭૩૧-૦૩૨
૧૬૩
ગાથાર્થ :
જે જેવા સાથે મેત્રી કરે છે, તે જલદીથી તેવો થાય છે. તેમાં દૃષ્ટાંત આપે છે કે કુસુમો સાથે રહેતા તલો પણ કુસુમની ગંધવાળા થાય છે. ટીકા :
यः कश्चित् यादृशेन येन केनचित् सह मैत्री-संसर्गरूपां करोति सोऽचिरेण तादृशो भवति, अत्र निदर्शनमाह-कुसुमैः सह वसन्तः सन्तस्तिला अपि तद्गन्धिनो भवन्ति कुसुमगन्धिन एवेति થાર્થ: I૭રૂા
ટીકાર્ય :
જે કોઈ જેવા પ્રકારના જે કોઈપણ સાથે સંસર્ગરૂપ મૈત્રીને કરે છે, તે અચિરથી=અલ્પકાળમાં, તેવા પ્રકારનો થાય છે. અહીં ઉપરમાં કહેલ કથનમાં, નિદર્શનને=દષ્ટાંતને કહે છે – કુસુમો સાથે વસતા છતા તલો પણ તગંધી કુસુમની ગંધવાળા જ, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જીવદ્રવ્ય ભાવુક છે, માટે જીવ સંસર્ગને અનુરૂપ પરિણતિ પામે છે. આથી જો સાધુ પાપમિત્રો સાથે સંસર્ગ કરે, તો પાપમિત્રોની પ્રમાદી પ્રવૃત્તિ જોઈને સાધુ પણ પ્રમાદવાળા બને છે, અને સુસાધુઓ સાથે સંસર્ગ કરે તો તે સાધુ સંયમમાં વિશેષ-વિશેષતર અપ્રમાદી બનતા જાય છે. ક્વચિત્ કર્મના દોષથી સાધુમાં પ્રમાદ ઊઠે તોપણ સુસંસર્ગ હોવાને કારણે તે સાધુ અપ્રમાદભાવના સંસ્કારથી ભાવિત થાય.
આથી જ ગ્રંથકાર કહે છે કે જે વ્યક્તિ જેની સાથે મૈત્રી કરે છે તે વ્યક્તિ શીધ્ર તેના જેવી થાય છે. જેમ કે પુષ્પોના સંસર્ગથી તલ પણ પુષ્પની ગંધવાળા બને છે. માટે કલ્યાણના અર્થી સાધુએ અકલ્યાણમિત્રોનો સંસર્ગ છોડીને શુદ્ધ ચારિત્રી એવા ધીર પુરુષોનો સંસર્ગ કરવો જોઈએ, જેથી સંસર્ગના નિમિત્તથી પણ ક્રમે કરીને સાધુના સંયમની વૃદ્ધિ થાય. I૭૩૧ી.
અવતરણિકા :
ત્રાદ
અવતરણિતાર્થ :
અહીં પૂર્વગાથામાં પુષ્પ અને તલના દષ્ટાંતથી સંસર્ગીના ગુણધર્મો પરમાં આવે છે એમ બતાવ્યું એમાં, શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે –
ગાથા :
सुचिरं पि अच्छमाणो वेरुलिओ कायमणिअउम्मीसो । न उवेइ कायभावं पाहण्णगुणेण निअएणं ॥७३२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org