________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૧૯
૧૪૯
અન્વયાર્થ :
ના પવિત્તી જે પ્રવૃત્તિ વયનો વચનથી પરિશુદ્ધ પરિશુદ્ધ છે, પણ એ જ સભ્યો સ્વાર્થ છે. UUા=અન્યથા=વચનનિરપેક્ષ પ્રવૃત્તિથી, માસિ=અન્યોની=ભાવસાધુઓની, માવપીરાદે મોક ભાવપીડાનો હેતુ હોવાથી મલ્યિો અનર્થ છે. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
જે પ્રવૃત્તિ આગમથી પરિશુદ્ધ છે, એ જ સ્વાર્થ છે. આગમનિરપેક્ષ પ્રવૃત્તિથી ભાવસાધુઓની ભાવ પીડાનું કારણ હોવાથી અનર્થ છે.
ટીકા : __वचनाद्-आगमात् या प्रवृत्तिः परिशुद्धा-निरतिचारा, एष एव च स्वार्थः, उभयलोकहितत्वाद्, अन्येषामित्यत्र भावसाधूनां भावपीडाहेतुत्वात्-चारित्रपीडानिमित्तत्वेन अन्यथा-वचनबाह्यया प्रवृत्त्याऽनर्थः परमार्थत इति गाथार्थः ॥७१९॥ ટીકાર્ય :
વચનથી આગમથી, જે પ્રવૃત્તિ છે, તે પરિશુદ્ધ છે નિરતિચાર છે, અર્થાત્ શાસ્ત્રવચનના સ્મરણથી, સાધુને દોષ ન લાગે તેવી કરાવાયેલી વસતિના નિર્માણરૂપ પ્રવૃત્તિ અતિચારરહિત છે, અને એ જ સ્વાર્થ છે શ્રાવકનો પોતાનો અર્થ છે; કેમ કે ઉભયલોકનું હિતપણું છે, અર્થાત્ આવી વસતિ શ્રાવકને ઈષ્ટ એવા ગૃહાદિની પ્રાપ્તિ થવા દ્વારા આલોકના હિતનું કારણ બને છે અને નિર્દોષ હોવાથી સાધુનું દાન કરી શકવા દ્વારા પરલોકમાં હિતનું કારણ બને છે. અન્યથા=વચનબાહ્ય એવી પ્રવૃત્તિથી, અર્થાત્ શાસ્ત્રવચનના સ્મરણ વગર ગમે તેમ કરાવાયેલી વસતિના નિર્માણરૂપ પ્રવૃત્તિથી, અહીં=વસતિના નિર્માણમાં, અન્યોની ભાવસાધુઓની, ભાવપીડાનું હેતુપણું હોવાથી અર્થાતું ચારિત્રવિષયક પીડાનું મલિનતાનું નિમિત્તપણું હોવાથી, પરમાર્થથી શ્રાવકનો અનર્થ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ભગવાનના વચનને જાણનાર શ્રાવક વસતિ પોતાના માટે જ બનાવે, સાધુ માટે ન બનાવે; કેમ કે શ્રાવક જાણતો હોય કે ભગવાને સાધુ નિમિત્તે વસતિ બનાવવાનો ઉત્સર્ગથી નિષેધ કર્યો છે. તેથી શ્રાવક પૂર્વગાથામાં બતાવ્યાં તે ત્રણ કારણોથી વસતિ બનાવે છે, અને શ્રાવકની તેવી વસતિ પરિશુદ્ધ કહેવાય. અને આવી વસતિ બનાવવી એ જ શ્રાવકનો સ્વાર્થ છે; કેમ કે આવી વસતિ બનાવનાર ગૃહસ્થનું ઉભયલોકમાં હિત થાય છે, અર્થાત ગૃહાદિની પ્રાપ્તિ દ્વારા અને આવી પરિશુદ્ધ વસતિ ભગવાનની ભક્તિ વગેરે પ્રસંગોમાં ઉપયોગમાં આવે છે તેથી આ ભવમાં, અને પ્રસંગે સાધુને નિર્દોષ વસતિનું દાન થઈ શકે છે તેથી પરભવમાં પણ તે શ્રાવકનું હિત થાય છે. આથી નિર્દોષ વસતિ શ્રાવકના સ્વાર્થની સાધક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org