________________
વતસ્થાપનાવસ્તુક'યથા પાનવતાવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : વસતિ' | ગાથા ૦૧૦-૦૧૮
૧૪૦
ટીકા :
या खल्विति या पुनर्यथोक्तदोषैर्वर्जिता कारिता स्वार्थं गृहस्थैः परिकर्मविप्रमुक्ता उत्तरगुणानाश्रित्य, सा वसतिरल्पक्रियैव, अल्पशब्दोऽभाववाचक इति गाथार्थः ॥७१७।। ટીકાર્ય :
વળી યથોક્ત દોષોથી વર્જિત=ગાથા ૭૧૩થી ૭૧૬માં જે પ્રકારે કહેવાયા તે પ્રકારના દોષોથી રહિત, ગૃહસ્થો વડે પોતાના અર્થે કરાવાયેલી, ઉત્તરગુણોને આશ્રયીને પરિકર્મથી મુકાયેલી જે છે, તે વસતિ અલ્પક્રિયા જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ‘મા’ શબ્દ અભાવનો વાચક છે=આરંભ-સમારંભના અભાવને જણાવનાર છે. ભાવાર્થ :
પૂર્વમાં વસતિના આઠ દોષો બતાવ્યા. તે સર્વ દોષોથી રહિત હોય, ગૃહસ્થ ગાથા ૭૧૮માં બતાવાશે તે સ્વરૂપે પોતાના માટે જ કરાવેલી હોય અને જે વસતિમાં સાધુ માટે ઉત્તરગુણોને આશ્રયીને ગાથા ૭૦૮૭૦૯માં બતાવેલ વાંસ મૂકવા વગેરે રૂપ કે દૂમિતાદિ રૂપ કોઈપણ પરિકર્મ ન કર્યું હોય, તેવી વસતિ સાધુ માટે અલ્પક્રિયાવાળી જ છે અર્થાત નિરવદ્ય જ છે; કેમ કે અહીં ‘મન્ય' શબ્દ અભાવ અર્થમાં છે. તેથી આઠ દોષોથી રહિત વસતિ આરંભ-સમારંભરૂપ ક્રિયાના અભાવવાળી જ છે. I૭૧૭
અવતરણિકા :
स्वार्थमिति विशेषतोऽप्याचष्टे - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં નિર્દોષ વસતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે ગૃહસ્થ પોતાના માટે કરાવેલી હોય તેવી વસતિ નિર્દોષ છે. ત્યાં “સ્વાર્થ' એ પ્રકારના શબ્દને વિશેષથી પણ કહે છે અર્થાત્ “સ્વાર્થ' શબ્દમાં સંગ્રહ પામતી વસ્તુને વિશેષથી સમજાવે છે – * “વિપતોfપ'માં “મપિ'થી કહેવું છે કે પોતાના માટે કરાવાયેલી’ એ રૂપ સ્વાર્થ શબ્દનો અર્થ સામાન્યથી તો કહ્યો જ છે, પરંતુ “જિનબિંબની પ્રતિષ્ઠા માટે કે તેના જેવા અન્ય કર્મ માટે કરાવાયેલી' એ રૂપ સ્વાર્થ શબ્દનો અર્થ વિશેષથી પણ કહે છે. આમ, પ્રસ્તુત ગાથામાં બતાવેલ ત્રણ પ્રકારની સ્વાર્થ વસતિમાં પહેલા પ્રકારની વસતિ સામાન્યથી સ્વાર્થ છે અને બીજા અને ત્રીજા પ્રકારની વસતિ વિશેષથી સ્વાર્થ છે.
ગાથા :
एत्थ य सट्ठा णेआ जा णिअभोगं पडुच्च कारविआ ।
जिणबिंबपइट्ठत्थं अहवा तक्कम्मतुल्ल त्ति ॥७१८॥ અન્વયાર્થ :
સ્થ ય અને અહીં=વસતિમાં, જનમો પદુષ્ય નિજ ભોગને આશ્રયીને, નિર્વિવપક્હ્યું મહત્વનું અથવા જિનબિંબની પ્રતિષ્ઠાના અર્થે, (અથવા) તમ્મતુ તેના કર્મની તુલ્ય જિનાર્ચાની ક્રિયા સમાન ક્રિયા માટે, ના રવિ-જે કરાવાઈ હોય, (તે વસતિ) સટ્ટા સ્વાર્થ =જાણવી. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org