________________
૧૪૫
વ્રતસ્થાપનાવતુક | યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૭૧૫-૧૬ ટીકા :
आत्मार्थकृतां दत्त्वा यतिभ्यः साधुभ्योऽन्यां करोति वज्यैव, यस्मात् तां पूर्वकृतां वर्जयन्ति परदानेन, ततो भवेद्वर्येति गाथार्थः ॥७१५॥ ટીકાર્ય :
આત્માના અર્થથી કરાયેલી વસતિને યતિઓને-સાધુઓને, આપીને અન્ય વસતિને કરે છે, તે વસતિ વર્યા જ છે; જે કારણથી પૂર્વકૃત એવી તેને-પૂર્વમાં કરાયેલી વસતિને, પરના દાન દ્વારા પર એવા સાધુઓને આપવા દ્વારા, વર્જે છે, તે કારણથી વર્ષા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુનો લાભ મળે તદર્થે કોઈ ગૃહસ્થ પોતાના માટે બનાવેલ ઘર સાધુને રહેવા માટે આપે અને પોતે બીજું ઘર બનાવીને રહે, અથવા પોતાના કોઈ સંબંધીના ઘરમાં રહે, અથવા ભાડુતી ઘરમાં રહે, તો તે ગૃહસ્થ આપેલી વસતિ સાધુ માટે વજર્યદોષવાળી કહેવાય; કેમ કે સાધુને આપવા દ્વારા પોતાના ઘરનો ત્યાગ કરીને તે ગૃહસ્થ જે કાંઈ આરંભ-સમારંભ કરે, તેમાં તે વસતિ ગ્રહણ કરનાર સાધુ નિમિત્ત કારણ બને છે. તેથી આવી વસતિમાં રહેવું સાધુને કહ્યું નહિ.
અહીં “વજર્યા'નો અર્થ “વર્જવા યોગ્ય' એવો કરવાનો નથી; કેમ કે આઠેય દોષવાળી વસતિ વર્જવા યોગ્ય જ છે, પરંતુ સાધુને આપવા દ્વારા ગૃહસ્થ કિંચિત્ કાળ માટે તે વસતિ વર્જી છેઃછોડી છે, તેને આશ્રયીને આવી વસતિને “વર્યા' કહેલ છે. II૭૧પા અવતરણિકા :
(૬-૭-૮) વસતિના મહાવર્યા, સાવદ્યા અને મહાસાવઘા રૂપ દોષને દર્શાવે છે –
ગાથા :
पासंडकारणा खलु आरंभो अहिणवो महावज्जा ।
समणट्ठा सावज्जा महसावज्जा य साहूणं ।।७१६॥ અન્વયાર્થ :
પસંદUTT =પાખંડીઓના કારણથી જ દિવો અભિનવ મામો આરંભ (છે જેમાં તે) મહાવિજ્ઞા=મહાવર્યા છે, સમગટ્ટ=શ્રમણોના અર્થે (આરંભ છે જેમાં તે) સાર્વજ્ઞાસાવદ્યા છે સાદૂyi =અને સાધુઓને (માટે આરંભ છે જેમાં તે) મહાવમહાસાવદ્યા છે. * “ઘ7' 4 કાર અર્થક છે. ગાથાર્થ :
સંન્યાસીઓ માટે જ નવો વસતિવિષયક આરંભ છે જેમાં તે મહાવર્ય દોષવાળી વસતિ છે, શ્રમણોને માટે આરંભ છે જેમાં તે સાવધ દોષવાળી વસતિ છે, અને સાધુઓને માટે આરંભ છે જેમાં તે મહાસાવધ દોષવાળી વસતિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org