________________
૧૪૬
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૭૧૬-૦૧૦
ટીકા :
पाषण्डकारणात् खलु आरम्भोऽभिनव एव वसतिविषयो यस्यां सा महावा, श्रमणार्थमारम्भो यस्यां सा सावद्या, महासावद्या च साधूनामर्थे आरम्भो यस्यां, निर्ग्रन्थादयः श्रमणा इति गाथार्थः ॥७१६॥
ટીકાર્ય :
પાખંડીઓના=સંન્યાસીઓના, કારણથી જ વસતિના વિષયવાળો અભિનવ જ=નવો જ, આરંભ છે જેમાં તે વસતિ મહાવર્યા છે, શ્રમણોના અર્થે આરંભ છે જેમાં તે વસતિ સાવદ્યા છે અને સાધુઓના અર્થે આરંભ છે જેમાં તે વસતિ મહાસાવદ્યા છે. અહીં પ્રશ્ન થાય કે શ્રમણ કોણ છે? તેથી કહે છે- નિગ્રંથાદિ શ્રમણો છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
“પાપં gઠુતિ રૂતિ પારવંડી” સર્વ પાખંડીઓના નિમિત્તે અર્થાત્ ચરક, પરિવ્રાજક વગેરે સર્વ સંન્યાસીઓ માટે બનાવેલી વસતિ મહાવજર્ય દોષવાળી કહેવાય.
વળી, નિગ્રંથ=જૈન સાધુ, શાક્ય=બૌદ્ધ સાધુ, તાપસ=જટાધારી વનવાસી, ગેરક=ગેરુથી રંગેલાં વસ્ત્રો પહેરનાર ત્રિદંડી, અને આજીવક–ગોશાળાના મતને અનુસરનાર, આ પાંચ પ્રકારના શ્રમણો માટે બનાવેલી વસતિ સાવદ્ય દોષવાળી કહેવાય.
વળી, કેવલ જૈન સાધુઓ માટે જ બનાવી હોય તેવી વસતિ મહાસાવદ્ય દોષવાળી કહેવાય. ૭૧૬ll અવતરણિકા :
ગાથા ૭૧૩થી ૭૧૬માં આઠ પ્રકારની દોષિત વસતિનું સ્વરૂપ બતાવ્યું. હવે નવમી નિર્દોષ વસતિનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
जा खलु जहुत्तदोसेहिं वज्जिआ कारिआ सयट्ठाए ।
परिकम्मविप्पमुक्का सा वसही अप्पकिरिआ उ ॥७१७॥ અન્વયાર્થ :
નદુત્તવોહિં 97 વળી યથોક્ત દોષોથી વન-વર્જિત, સટ્ટા-સ્વના અર્થે પોતાને માટે, વામિ-કરાવાયેલી, પરિવાવણમુક્ષપરિકર્મથી વિપ્રમુક્ત એવી ના-જે છે, સા વદી વસતિ મMજિરિ ૩ અલ્પક્રિયા જ છે.
ગાથાર્થ :
વળી યથોક્ત દોષોથી રહિત, પોતાને માટે કરાવાયેલી, પરિકર્મથી રહિત એવી જે છે, તે વસતિ અલ ક્રિયાવાળી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org