________________
૧૪૪
વ્રતસ્થાપનાવસ્તુકકથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૦૧૪-૦૧૫
ભાવાર્થ :
કોઈ ગૃહસ્થ બધા સંન્યાસીઓને મનમાં રાખીને વસતિ બનાવેલી હોય અને તે વસતિ ચરક વગેરે કોઈપણ સંન્યાસીઓએ વાપરેલ હોય, તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત દોષવાળી કહેવાય; પરંતુ ગૃહસ્થ પોતાના માટે જ બનાવી હોય તેવી વસતિ ચરકાદિ વડે લેવાયેલી હોય, તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત દોષવાળી ન કહેવાય, પણ નિર્દોષ કહેવાય.
તે રીતે જ ગૃહસ્થ સર્વ સંન્યાસીઓ માટે વસતિ બનાવેલી હોય અને તે વસતિ ચરકાદિ સંન્યાસીઓએ ભોગવેલી ન હોય, તો તે વસતિ સાધુ માટે અનભિક્રાંત દોષવાળી કહેવાય; પરંતુ ગૃહસ્થ પોતાના માટે જ બનાવી હોય તેવી વસતિ ચરકાદિએ વાપરેલી ન હોય, તો તે વસતિ સાધુ માટે અનભિક્રાંત દોષવાળી ન કહેવાય, પણ નિર્દોષ કહેવાય.
વળી “યાવત્કા' એવી વસતિમાં સાધુ પ્રવેશ કરે તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત કે અનભિક્રાંત દોષવાળી બને છે, પરંતુ તે વસતિમાં સાધુ પ્રવેશ ન કરે તો સાધુને તે વસતિનો દોષ પ્રાપ્ત થતો નથી. તેમાં સર્વ સંન્યાસીઓને આપવાની બુદ્ધિથી કોઈ વસતિ નિર્માણ થઈ હોય અને તે વસતિમાં અન્ય સંન્યાસી
ક્યારેય ઊતર્યા ન હોય, તો તે વસતિ સાધુ માટે અનભિક્રાંત દોષવાળી કહેવાય; અને સાધુ તે વસતિમાં ઊતરે તેના પહેલાં ક્યારેક અન્ય સંન્યાસી તે વસતિમાં ઊતર્યા હોય, તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત દોષવાળી કહેવાય. li૭૧૪
અવતરણિકા :
(૫) વસતિના વજર્યારૂપ દોષને દર્શાવે છે –
ગાથા :
अत्तट्ठकडं दाउं जईण अन्नं करिति वज्जा उ ।
जम्हा तं पुव्वकडं वज्जंति तओ भवे वज्जा ॥७१५॥ અન્વયાર્થ :
સત્તડું આત્માર્થકૃતને પોતાના માટે કરેલી વસતિને, ગાાં યતિઓને આપીને અન્ન અન્યને= પોતાની માટે બીજી વસતિને, વિિત કરે છે, (ત) વMા ૩ વર્યા જ છે. નહીં જે કારણથી પુત્રનું સંપૂર્વકૃત એવી તેનેવસતિને, (બીજાને આપવા દ્વારા) વનંતિ વર્જે છે–છોડે છે, તો તે કારણથી વજ્ઞ=વર્યા મવે થાય છે. ગાથાર્થ :
પોતાને માટે કરેલી વસતિ યતિઓને આપીને પોતાની માટે બીજી વસતિ કરે છે, તે વસતિ વર્યદોષવાળી જ છે, જે કારણથી પૂર્વે કરેલી વસતિ બીજાને આપવા દ્વારા છોડે છે, તે કારણથી વસતિ વર્યદોષવાળી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org