________________
૧૪૮
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૧૮-૦૧૯
ગાથાર્થ :
અને વસતિમાં જે વસતિ નિજ ભોગને આશ્રયીને માલિક વડે કરાવાઈ હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠા માટે કરાવાઈ હોય, અથવા જિનાર્ચાની ક્રિયા જેવા અન્ય કાર્ય માટે કરાવાઈ હોય, તે વસતિ સ્વાર્થ જાણવી.
ટીકા : ___ अत्र स्वार्थं ज्ञेया वसतिः, याऽऽत्मीयभोगं प्रतीत्य कारिता स्वामिना, जिनबिम्बप्रतिष्ठार्थमथवा कारिता, तत्कर्मतुल्या-जिनावा(?र्चा)कर्मतुल्येति गाथार्थः ॥७१८॥ નોંધ :
ટીકાના અંતે નિનાવા વર્ષનુજોતિ છે તેને સ્થાને નિનાવતુજોતિ હોવું જોઈએ, ટીકાર્ય :
જે વસતિ સ્વામી વડે પોતાના ભોગને આશ્રયીને કરાવાઈ હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠાના અર્થે કરાવાઈ હોય, અથવા તેના કર્મની તુલ્ય=જિનાર્ચાના કર્મની તુલ્ય, એવી વસતિ અહીં સ્વાર્થ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે વસતિ ગૃહસ્થ પોતાના ભોગ માટે બનાવેલ હોય કે જિનબિંબની પ્રતિષ્ઠા માટે કરાવેલ હોય, અથવા જિનભક્તિના કાર્ય સમાન કોઈ અન્ય કાર્ય માટે રાખેલ હોય, તે સર્વ વસતિ સ્વાર્થ જાણવી અને તેવી વસતિ સાધુ માટે નિર્દોષ છે. NI૭૧૮. અવતરણિકા :
अत्र स्वार्थशब्दघटनामाह -
અવતરણિકાર્ય :
અહીં=શ્રાવકની ત્રણ પ્રકારની શુદ્ધ વસતિમાં, સ્વાર્થ શબ્દની ઘટનાને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવી એ ત્રણ પ્રકારની વસતિ સ્વાર્થ કહેવાય. એમાં “સ્વાર્થ શબ્દ પરમાર્થથી કઈ રીતે ઘટે ? તે બતાવે છે –
ગાથા :
वयणाओ जा पवित्ती परिसुद्धा एस एव सत्थो त्ति । अण्णेसि भावपीडाहेऊओ अण्णहाऽणत्थो ॥७१९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org