________________
૧૨૪
વતસ્થાપનાવસ્તકા તથા પવિતાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૦૦૧-૦૦૨
અન્વયાર્થ :
સીનો ત્નિ વા=શિષ્ય કે ધર્મભાઈ, નિત્રો વા કે ગણિચ્ચક-એક ગણી સાધુ, સોડુિંસુગતિને વિષે ર નેડૂ લઈ જતા નથી. (પરંતુ) તત્ત્વ ત્યાં ગચ્છમાં, ને નાહિંસાવરજે જ્ઞાન-દર્શનચારિત્ર છે, તે તે સુ સુગતિનો માર્ગ છે. ગાથાર્થ :
શિષ્ય કે ધર્મભાઈ, કે એક સમુદાયમાં રહેલા સાધુ સુગતિને વિષે લઈ જતા નથી, પરંતુ ગચ્છમાં જે જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ છે, તે સુગતિનો માર્ગ છે. ટીકા :
शिष्यः सज्झिलको वा धर्मभ्राता गणिच्चको वा एकगणस्थो न सुगति नयति, किन्तु यानि तत्र ज्ञानदर्शनचरणानि परिशुद्धानि तानि सुगतिमार्ग इति गाथार्थः ॥७०१॥ ટીકાર્ય
શિષ્ય, ધર્મભાઈ કે એક ગણમાં રહેલા સાધુ સુગતિને વિષે લઈ જતા નથી, પરંતુ ત્યાં ગચ્છમાં, પરિશુદ્ધ એવાં જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે સુગતિનો માર્ગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે ગચ્છમાં વસવાથી પરસ્પર ઉપકાર થાય છે, તેથી ગુણોની વૃદ્ધિ થાય છે; પરંતુ જે ગચ્છમાં સારણાદિ થતા ન હોય તે ગચ્છમાં રહેલા શિષ્ય, ધર્મભાઈ કે તે સમુદાયમાં રહેનારા સાધુ, જીવને સુગતિમાં લઈ જતા નથી, પરંતુ જે ગચ્છમાં સારણાદિ ગુણો થતા હોય, તે ગચ્છમાં વર્તતાં પરિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર સદ્ગતિનો માર્ગ છે.
આનાથી એ કહેવું છે કે જે ગચ્છમાં રહેવાથી પરસ્પર જ્ઞાનાદિની વૃદ્ધિ થતી હોય, તે જ ગચ્છ મોક્ષનો હેતુ છે; અને જે ગચ્છમાં સારણા-વારણાદિ થતા નથી, તે ગચ્છમાં આત્મકલ્યાણના નિમિત્તભૂત જ્ઞાનાદિ નથી, માટે તે ગચ્છમાં રહેવાથી નિર્જરા થતી નથી. આથી તેવા ગચ્છનો સુસાધુએ શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક ત્યાગ કરવો જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. I૭૦૧૫
અવતરણિકા :
पराभिप्रायमाह -
અવતરણિતાર્થ :
ગુરુકુલવાસ બતાવવાથી ગચ્છવાસની પ્રાપ્તિ થઈ જ જાય છે, તો ગુરુકુલવાસથી ગચ્છવાસને જુદો કેમ પાડ્યો ? એ પ્રકારના પરના અભિપ્રાયને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org