________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વસતિ' | ગાથા ૦૦૯
અન્વયાર્થ :
ભૂમિત્ર=દૂમિત, ભૂવિજ્ઞ=ધૂપિત, વાસિત્ર-વાસિત, કન્નોવિજ્ઞ=ઉદ્યોપિત, વૃત્તિડા=બલિકૃતા, અવત્તા ય-અને આવર્તા, સિત્તા=સિક્તા, સમ્મટ્ઠા=સંસૃષ્ટા (એ) વિજ્ઞોહિòોડિં ગયા વસદ્દી-વિશોષિકોટીને ગત વસતિ છે.
ગાથાર્થ :
ચૂના વગેરે દ્વારા ધોળાયેલી, દુર્ગંધવાળી હોતે છતે ધૂપિત કરાયેલી, દુર્ગંધવાળી હોતે છતે સુગંધી પદાર્થોથી પ્રતિવાસિત કરાયેલી, રત્ન-દીવા, વગેરે વડે ઉદ્યોતિત કરાયેલી, ચોખા વગેરે વડે બલિ કરાયેલી અને છાણ-માટીવાળા પાણી વડે લીંપાયેલી, ફક્ત પાણી વડે સિંચાયેલી અને સાફ કરાયેલી વસતિ વિશોધિકોટીંગત વસતિ છે.
ટીકા :
इमे उत्तरोत्तरगुणा विसोहिकोडिट्ठिया वसहीए उवघायकरा, दूमितं = उल्लोइयं, दुग्गंधाए धूवाइणा धूवणं, दुग्गंधाए चेव पडवासादिणा वासणं, रयणपईवाइणा उज्जोवणं, कूराइणा बलीकरणं, छ्गणमाट्टिएण पाणिएण अवत्ता, उदगेण केवलं सित्ता, सम्मृष्टा = संमार्जिता इत्यर्थः, विसोहिकोडिं गया वसहि त्ति अविसोहिकोडिए ण होइ त्ति वृत्तं हवइ । वृद्धव्याख्यया गाथाद्वयार्थः ॥७०९ ॥
936
ટીકાર્ય :
વસતિમાં ઉપઘાતકર વિશોધિકોટિસ્થિત આ ઉત્તરોત્તરગુણો છે=વસતિમાં સંયમનો ઉપઘાત કરનારા વિશોધિકોટિમાં રહેલા હવે કહેવાનાર દોષો ઉત્તરોત્તર ગુણરૂપ છે, અર્થાત્ તે દોષોને કારણે સાધુને માટે તે વસતિ ત્યાજ્ય બને છે, વળી તે વસતિ સાધુ માટે નિર્માણ કરાઈ નથી પરંતુ તે વસતિમાંનાં ઉત્તર કાર્યો સાધુ માટે કરાયાં છે તેથી તે વસતિ ઉત્તરોત્તર ગુણરૂપ છે.
તે ઉત્તરોત્તર ગુણરૂપ વસતિના દોષો જ બતાવે છે -
-
દૂમિત=ઉદ્ગોચિત=ચૂના વગેરે દ્વારા ધોળાયેલી, દુર્ગંધવાળી હોતે છતે ધૂપાદિ દ્વારા ધૂપન=ધૂપાયેલી, દુર્ગંધવાળી હોતે છતે જ પ્રતિવાસાદિ દ્વારા વાસન–વાસિત કરાયેલી, રત્ન-પ્રદીપાદિ દ્વારા ઉદ્યોપન=અજવાળું કરાયેલી, કૂદિ દ્વારા બલિકરણ=બલિ કરાયેલી, છાણ-માટીવાળા પાણી દ્વારા લીંપાયેલી, કેવલ ઉદક દ્વારા=માત્ર પાણી દ્વારા, સિંચાયેલી, સંમાર્જિત=સાફ કરાયેલી, વસતિ ઉત્તરોત્તર ગુણરૂપ દોષોવાળી છે.
વિશોધિકોટીને પામેલી વસતિ છે, એટલે આવી વસતિ અવિશોધિકોટીવાળી થતી નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. વૃદ્ધોની વ્યાખ્યાથી ગાથાદ્વયનો=ગાથા ૭૦૮-૭૦૯ એ બે ગાથાનો, અર્થ છે. II૭૦૯
અવતરણિકા :
ગાથા ૭૦૭થી ૭૦૯માં મૂલગુણોથી અશુદ્ધ, ઉત્તરગુણોમાં મૂલગુણોથી અશુદ્ધ અને ઉત્તરગુણોમાં ઉત્તરગુણોથી અશુદ્ધ; એમ ત્રણ પ્રકારની વસતિ ગામડાનાં મકાનોને સામે રાખીને બતાવી. હવે શહેરનાં મકાનોને આશ્રયીને મૂલગુણાદિથી અશુદ્ધ વસતિનું સ્વરૂપ દર્શાવે છે .
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org