________________
વ્રતસ્થાપનાવસ્તુક યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' / ગાથા ૦૧૧-૦૧૨
૧૩૯
ગાથાર્થ :
જે કારણથી સમાપ્ત થયેલ કાર્યવાળા વિચરતા એવા સાધુઓનો પ્રાયઃ ગામડાઓમાં વાસ હોય છે અને ગામડાઓમાં વસતિ પૃષ્ટિવંશાદિથી યુક્ત હોય છે, તે કારણથી ગામડાની વસતિનું સાક્ષાત્ કથન છે.
ટીકા :
विहरतां प्रायः साधूनां समाप्तकार्याणां स्वगच्छ एव श्रुतापेक्षया येन कारणेन ग्रामादिषु वासः व्याक्षेपपरिहारार्थं, तेषु च ग्रामादिषु वसतिः पृष्टीवंशादियुक्तैव भवति, ततस्तासामेव वसतीनां साक्षाद्भणनमिति गाथार्थः ॥७११॥ * “પૃષ્ટવંશાવીયુ"માં “મરિ' પદથી બે ધારિણી, ચાર મૂલવેલીઓ, વાંસ વગેરેનો સંગ્રહ છે. * “મરિપુઓમાં ‘ગારિ' શબ્દથી ઉપવનનો સંગ્રહ છે. ટીકાર્ય
જે કારણથી શ્રુતની અપેક્ષાથી, પોતાના ગચ્છમાં જ સમાપ્ત થયું છે કાર્ય જેઓનું એવા વિહાર કરતા સાધુઓનો, વ્યાક્ષેપના પરિવાર માટે પ્રાયઃ પ્રામાદિમાં વાસ હોય છે, અને તેઓમાંકગ્રામાદિમાં, વસતિ પૃષ્ટવંશાદિથી યુક્ત જ હોય છે, તે કારણથી તે જ વસતિઓનું ગામ સંબંધી જ વસતિઓનું, સાક્ષાત્ ભણન છે=કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા બાદ સાધુઓને મુખ્યરૂપે શ્રુતઅધ્યયનનું કાર્ય હોય છે, અને તે શ્રાધ્યયનરૂપ કાર્યની અપેક્ષાએ સ્વગચ્છમાં જ તેઓને ભણાવનારા સાધુઓ મળી જતા હોવાથી સાધુઓ સ્વગચ્છમાં સમાપ્ત કાર્યવાળા હોય છે, અને આવા સાધુઓ વ્યાક્ષેપના પરિવાર માટે પ્રાયઃ કરીને ગામડાંઓમાં જ વિચરતા હોય છે, અને ગામડાંઓમાં પૂર્વગાથામાં બતાવી તેવી પૃષ્ટિવંશ વગેરેથી યુક્ત જ વસતિ હોય છે; તેથી તેવી વસતિમાં મૂલગુણોથી અશુદ્ધ વસતિ કઈ છે? ઉત્તરગુણોમાં મૂલગુણોથી અશુદ્ધ વસતિ કઈ છે? અને ઉત્તરગુણોમાં પણ ઉત્તરગુણોથી અશુદ્ધ વસતિ કઈ છે? તેનું સાધુઓને જ્ઞાન થાય, તદર્થે ગામડાંની વસતિમાં મૂલગુણો વગેરેથી અશુદ્ધ વસતિનું કથન સાક્ષાત્ કર્યું છે. અને શહેરમાં સાધુઓને ક્વચિત્ રહેવાનું હોવાથી શહેરમાં પ્રાપ્ત થનાર ચતુશાલા વગેરેની વસતિમાં મૂલગુણો વગેરેથી અશુદ્ધ વસતિનું સાક્ષાત્ કથન કર્યું નથી. li૭૧૧II
અવતરણિકા :
इदानीं सामान्यत एव वसतिदोषान् प्रतिपादयन्नाह -
અવતરણિકા :
પૂર્વમાં અશુદ્ધ વસતિનું સ્વરૂપ દર્શાવ્યું. હવે સામાન્યથી જ વસતિના દોષોનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org