________________
વ્રતસ્થાપનાવસ્તુકથઇ પતિવ્યનિ' દ્વાર પેટા હાર : ગચ્છ' ) થી ૦૩-૭૪
૧૨૭ આશય એ છે કે દીક્ષા ગ્રહણ કર્યા બાદ જેમ સાધુ ગુવંજ્ઞા પ્રમાણે જીવતા હોય છે, તેમ ગચ્છની એક લબ્ધિરૂપ બને તે રીતે જીવતા હોય, તો તે ગચ્છમાં એક ગુણવાન સાધુની લબ્ધિ=પ્રાપ્તિ, થઈ કહેવાય, જેનાથી તે ગચ્છના ગુણોની વૃદ્ધિ થાય છે અર્થાત્ તે ગુણવાન સાધુની ઉચિત પ્રવૃત્તિ જોઈને તે મહાત્મા પ્રત્યે જેને ભક્તિ થાય તેને ગુણોની અનુમોદના થાય, તેના અપ્રમાદને જોઈને અન્ય સાધુને પણ અપ્રમાદમાં પ્રેરણા મળે, જેનાથી તે ગચ્છમાં ગુણોની વૃદ્ધિ થાય છે.
વળી, ગચ્છમાં ઉચિત ક્રમ મુજબ વસવાથી ગચ્છમાં રહેતા સર્વ સાધુઓ પરસ્પર ઉચિત વિનય, સારણા વગેરે કૃત્યો કરીને ગચ્છના ગુણોની વૃદ્ધિ કરે છે, તેથી આવા સાધુનો વસવાટ ગચ્છવાસનો હેતુ બને છે; પરંતુ જે સાધુ ગચ્છમાં સ્વચ્છંદતાથી વસતા હોય તે સાધુનો ગચ્છમાં વસવાટ ગચ્છવાસનો હેતુ બનતો નથી, એ જણાવવા અર્થે વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં ગુરુકુલવાસથી ગચ્છવાસનું સ્વતંત્ર ગ્રહણ કરેલ છે. II૭૦૩
અવતરણિકા :
अन्यथा चायमगच्छवास एवेत्याह -
અવતરણિકાર્ય :
અને અન્યથા ગચ્છની એક લબ્ધિથી અને ગચ્છના ઉચિત ક્રમથી ગચ્છમાં સાધુ ન વસે તો, આ=સાધુનો ગચ્છવાસ, અગચ્છવાસ જ છે, એ પ્રમાણે કહે છે –
ગાથા :
मोत्तूण मिहुवयारं अण्णोऽण्णगुणाइभावसंबद्धं ।। छत्तमढच्छत्ततुल्लो वासो उ ण गच्छवासो त्ति ॥७०४॥
અન્વયાર્થ :
કોઇUTગુમાવસંબદ્ધ અન્યોન્ય ગુણાદિના ભાવથી સંબદ્ધ એવા મિgવારંપરસ્પર ઉપકારને મોજૂT=મૂકીને વાસી વાસગચ્છમાં કરાતો વાસ, છત્તમચ્છરંતુ છત્રવાળા મઠના છત્રની તુલ્ય છે, ગચ્છવાસો ૩=પરંતુ ગચ્છવાસ નથી. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
પરસ્પર ગુણાદિના સદ્ભાવથી સંબદ્ધ એવા પરસ્પર ઉપકારને મૂકીને ગચ્છમાં કરાતો વાસ, છત્રવાળા મઠના છત્ર જેવો છે, પરંતુ ગચ્છવાસ નથી.
ટીકા :
मुक्त्वा मिथ उपकारं परस्परोपकारमित्यर्थः, अन्योऽन्यगुणादिभावसम्बद्धं-प्रधानोपसर्जनभावसंयुक्तं छत्रमठच्छत्रतुल्यो वासः, अछत्रतुल्यस्तु स्वातन्त्र्यप्रधानो न गच्छवासः, तत्फलाभावादिति गाथार्थः II૭૦૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org