________________
૧૩૪
વતસ્થાપનાવસ્તક “યથા પાતયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : વસતિ' | ગાથા ૭૦૦ પ્રસન્ન કર્ન, રૂતિ થાર્થ પ્રસંગ વડે સર્યું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * મૂત્રાળરુપતા નો અર્થ ગ્રંથકાર “મૂલગુણોથી યુક્ત એવી અશુદ્ધ વસતિ' એવો કરે છે અને અન્ય મતવાળા મૂલગુણોથી યુક્ત એવી શુદ્ધ વસતિ' એવો કરે છે. વળી ગામડા નો અર્થ ગ્રંથકાર “આધાકૃતા વસતિ' એવો કરે છે અને અન્ય મતવાળા “યથાકૃતા વસતિ' એવો કરે છે. તેથી ગ્રંથકારના મતે આ લક્ષણ અશુદ્ધ વસતિનું અને અન્યોના મતે આ લક્ષણ શુદ્ધ વસતિનું પ્રાપ્ત થાય. પરંતુ અન્ય મતવાળાએ શુદ્ધ વસતિનું કરેલ લક્ષણ ગ્રંથકારને માન્ય નથી, તેથી પ્રસ્તુત ગાથાની ટીકામાં ગ્રંથકારે અન્યોના મતને બતાવીને તેનું નિરાકરણ કરેલ છે. * “પૃષ્ટિવંશ' એટલે મકાનના મૂળ બે સ્તંભ ઉપર તિર્થો રખાતો મોટો થાંભલો. * “ધારણા” અથવા “ધારિણી' એટલે મકાનના આધારભૂત મુખ્ય બે સ્તંભ. * “મૂલવેલી' એટલે મકાનની છતના આધારભૂત ચાર સ્તંભવિશેષ. * પૂર્વના કાળમાં મુખ્યત્વે આ સાત વસ્તુઓથી મકાન બનાવાતા હતા. ભાવાર્થ :
ગામડામાં બનાવાતાં ઘરોના મુખ્ય સાત અવયવો હોય છે : એક પૃષ્ટિવંશ, બે ધારિણી અને ચાર મૂલવેલીઓ : આ સાત મુખ્ય વસ્તુ દ્વારા ઘરનું નિર્માણ જો સાધુને મનમાં રાખીને કરેલ હોય, તો તે ઘરનિર્માણરૂપ વસતિ સાધુ માટે આધાર્મિકી કહેવાય, જે મૂલગુણોથી યુક્ત અશુદ્ધ વસતિ છે, આ રીતે ગ્રંથકારે મૂલગુણોથી દુષ્ટ એવી વસતિનું સ્વરૂપ બતાવ્યું.
વળી, અન્ય મતવાળા આ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ ગ્રંથકારે કર્યો તે પ્રમાણે કરતા નથી, પરંતુ જુદી રીતે કરતાં કહે છે કે આ સાત મુખ્ય વસ્તુ દ્વારા ઘરનું નિર્માણ સાધુને મનમાં રાખીને કર્યું ન હોય, તો તે ઘરનિર્માણરૂપ વસતિ મૂલગુણોથી યુક્ત કહેવાય, અને આવી મૂલગુણોથી યુક્ત વસતિ સાધુ માટે યથાકૃત–શુદ્ધ, વસતિ છે.
આમ, ગીડાનો અર્થ ગ્રંથકારે “આધાકૃતા’ કર્યો, પરંતુ અન્ય મતવાળા “યથાકૃતા' કરે છે. તેથી એ ફલિત થાય કે અન્ય મત પ્રમાણે મૂલગુણોથી યુક્ત વસતિ શુદ્ધ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે કરવો યુક્ત નથી; કેમ કે પ્રસ્તુતમાં વસતિના દોષો કહેવાનો અધિકાર ચાલતો હોવાથી દોષિત વસતિનું સ્વરૂપ વર્ણવવું જોઈએ, પરંતુ નિર્દોષ વસતિનું સ્વરૂપ વર્ણવાય
નહિ.
વળી, ગ્રંથકાર કહે છે કે આ સાત વસ્તુવાળી વસતિ સાધુને મનમાં રાખીને ન કરાઈ હોય તે મૂલગુણોથી યુક્ત વસતિ કહેવાય, એમ સ્વીકારીએ તો, આ સાત વસ્તુવાળી વસતિ સાધુ સિવાય અન્ય કોઈના માટે કરાઈ છે, તેમ માનવું પડે. અને જે વસતિ સાધુ સિવાય અન્ય કોઈ માટે પણ કરાઈ હોય તે વસતિમાં યથાકૃતત્વ ઘટી શકે નહીં. અથવા જો એમ સ્વીકારીએ કે આ વસતિ સાધુને કે અન્ય કોઈપણને મનમાં રાખ્યા વગર કરાઈ છે, તો મૂળગાથામાં મૂકેલ મૂનપદુવવેના રૂપ વિશેષણ વ્યર્થ થશે, અર્થાત્ એ વિશેષણ મૂળગાથામાં મૂકવાની કોઈ જરૂર રહેતી નથી; કેમ કે ઉપર બતાવેલ સાત વસ્તુવાળી વસતિ યથાકૃત છે, એટલું જ કહેવાથી શુદ્ધ વસતિનું લક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. આથી પૂનમુનેદુવા રૂપ વિશેષણ સાર્થક સ્વીકારવું હોય તો એમ જ કહેવું પડે કે આ વસતિ સાધુ સિવાય અન્ય કોઈને મનમાં રાખીને કરાવાઈ છે. અને જો આ વસતિ અન્ય કોઈને મનમાં રાખીને કરાવાઈ છે તેમ સ્વીકારીએ, તો તે વસતિ યથાકૃત ન કહી શકાય. તેથી તે વસતિમાં યથાકૃતત્વની અનુપપત્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org