________________
૧૧૪
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતાન' દ્વાર / પેટા દ્વાર: “ગુરુ / ગાથા ૬૯૨-૯૩ જન્મમાં, આદિથી આરંભીને શરૂઆતથી માંડીને, શુદ્ધને શુદ્ધ એવા સાધુને, પ્રાયઃ શુભ શિષ્યોનો સંતાન= પ્રવાહ, થાય છે; કેમ કે શુદ્ધ કુલમાં પ્રાપ્તાદિ છે અર્થાત્ ગુરુકુલવાસમાં રહેલ સાધુ શુદ્ધ કુલમાં પ્રાપ્ત થયેલ છે અને શુદ્ધ કુલના આચારોના સેવન દ્વારા સંપન્ન થયેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
દીક્ષા જ્ઞાન, તપ અને સંયમના સાધનરૂપે સ્વીકારાય છે. આથી દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસમાં રહીને નવા નવા શ્રુતનું અધ્યયન કરવાથી સાધુના જ્ઞાનની, શક્તિ અનુસાર તપની અને ઇન્દ્રિયોના સંવરરૂપ સંયમની વૃદ્ધિ થાય છે. તેથી ગુરુકુલવાસમાં રહેનાર સાધુની અંગીકાર કરાયેલી દીક્ષા સફળ થાય છે. વળી ગુણવાન ગુરુ પણ તે યોગ્ય શિષ્યનાં જ્ઞાન, તપ અને સંયમ વૃદ્ધિ પામે તે રીતે જ અનુશાસન આપે છે, જેના કારણે તે શિષ્યના દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિ વૃદ્ધિ પામવાથી શ્રેષ્ઠ પરોપકાર પણ થાય છે; કેમ કે તે શિષ્યનું જ્ઞાન જોઈને અન્ય જીવોને સન્માર્ગનો બોધ થાય છે અને તે શિષ્યના તપ અને સંયમને જોઈને અન્ય જીવોને પણ તેવો તપ અને સંયમ સેવવાનો પરિણામ થાય છે. આમ ગુરુકુલવાસમાં રહેનાર સાધુથી પરનો પણ શ્રેષ્ઠ ઉપકાર થાય છે.
વળી, દીક્ષા સ્વીકારવારૂપ સંયમપર્યાયમાં જન્મ લીધો ત્યારથી માંડીને ગુણવાન ગુરુને પરતંત્ર થઈને જ્ઞાનાદિમાં યત્ન કરનાર શુદ્ધ સાધુને પ્રાયઃ કરીને સારા શિષ્યોનો સંતાન પ્રાપ્ત થાય છે; કેમ કે પોતે શુદ્ધ કુલમાં પ્રાપ્તાદિ છે અર્થાત્ પોતાને દીક્ષા આપનાર ગુરુ પણ જિનાજ્ઞાનુસાર જ્ઞાનાદિમાં યત્ન કરનારા છે અને તે જ કુળમાં પોતે દીક્ષા સ્વીકારવારૂપ જન્મ લીધો છે. તેથી પોતાને શુદ્ધ કુળ પ્રાપ્ત થયું છે, અને તે શુદ્ધ કુળ પ્રાપ્ત કરીને પોતે પણ શુદ્ધ કુળને ઉચિત જ જ્ઞાનાદિ આચારોનું સેવન કરે છે. તેથી તેવા સાધુ પાસે બોધ પામીને દીક્ષા લેનાર મુમુક્ષુ પણ તે સાધુ જેવા ઉત્તમ સાધુ બનશે.
અહીં પ્રાય: શબ્દથી ક્વચિત્ યોગ્ય પણ જીવ શુદ્ધ કુળમાં દીક્ષા ગ્રહણ કરીને શુદ્ધ કુળના આચારો પાળતા હોય છતાં પણ કોઈ શિષ્ય ન પણ પ્રાપ્ત થાય, તેની વ્યાવૃત્તિ કરવી છે. ૬૯રા
ગાથા :
इअ निक्कलंकमग्गाणुसेवणं होइ सुद्धमग्गस्स ।
जम्मंतरे वि कारणमओ अ निअमेण मोक्खो त्ति ॥६९३॥ અન્વયાર્થ :
આ રીતે નિક્ષત્નમણુસેવUાં નિષ્કલંક માર્ગનું અનુસેવન નમંતરે વિ-જન્માંતરમાં પણ સુદ્ધમ/=શુદ્ધ માર્ગનું વરVIKકારણ હોડું થાય છે, અમો =અને આનાથી=શુદ્ધ માર્ગથી, નિમેf= નિયમથી મોઘો મોક્ષ થાય છે. * ગાથા ૬૯૦થી ૬૯૩માં ગુરુકુલવાસમાં રહેવાથી શિષ્યને થતી પ્રતિદિન ગુણવૃદ્ધિ બતાવી, તેની સમાપ્તિ માટે મૂળગાથાના અંતે ‘ત્તિ' મૂકેલ છે. ગાથાર્થ :
આ રીતે નિષ્કલંક માર્ગનું અનુસેવન જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું કારણ થાય છે, અને શુદ્ધ માર્ગથી નિયમા મોક્ષ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org