________________
૧૧૩
વ્રતસ્થાપનાવસ્તુક |‘થા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વારઃ “ગુરુ' / ગાથા ૬૯૧-૬૯૨
વળી, જેને હૈયાથી ગુણવાન ગુરુ પ્રત્યે સમર્પણભાવ છે, તેને ગુરુકુલવાસમાં બહુમાન હોવાથી ગુરુકુલમાં વસનારા ગૌતમ વગેરે મહાપુરુષો પ્રત્યે પણ અર્થથી બહુમાન છે.
વળી, ગુરુકુલવાસ ભગવાને ઉપદેશેલો છે, માટે તીર્થકરની આજ્ઞાનું પાલન થાય છે.
વળી, ગુરુકુલવાસ ગુરુના સાંનિધ્યમાં રહેવા માત્રરૂપ નથી, પરંતુ ગુરુની આજ્ઞાનુસારે ઉચિત્ત પ્રવૃત્તિ કરવારૂપ છે. તેથી ગુણવાન ગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી શુદ્ધ શ્રુતજ્ઞાન, ભગવાનના વચનાનુસારી શુદ્ધ તપ અને જિનાજ્ઞાનુસારી શુદ્ધ ચારિત્રાચારની ક્રિયાઓનું સેવન થવાને કારણે જ્ઞાન, તપ અને સંયમની ઉત્તરોત્તર વિશેષ-વિશેષતર વૃદ્ધિ થાય છે. ૬૯૧
ગાથા :
अंगीकयसाफल् तत्तो अ परो परोवगारो वि ।
सुद्धस्स हवइ एवं पायं सुहसीससंताणो ॥६९२॥ અન્વયાર્થ :
૩ીયાૐ અંગીકૃતનું સાફલ્ય થાય છે તો અને તેનાથી=અંગીકૃત એવી દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિથી, પરો પરોવIો વિ=પર એવો પરોપકાર પણ થાય છે. પૂર્વ આ રીતે સુદ્ધ=શુદ્ધ એવા શિષ્યને પાયં પ્રાયઃ સુહલીસસંતાનો શુભ શિષ્યોનો સંતાન=પરંપરા, વડું થાય છે. ગાથાર્થ :
અંગીકૃત એવી દીક્ષાનું સાફલ્ય થાય છે, અને અંગીકૃત એવી દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિથી શ્રેષ્ઠ પરોપકાર પણ થાય છે. આ રીતે શુદ્ધ એવા શિષ્યને પ્રાયઃ શુભ શિષ્યોની પરંપરા થાય છે. ટીકા : __ अङ्गीकृतसाफल्यं, दीक्षायाः ज्ञानादिसाधनत्वात्, ततश्च तत्फलात् ज्ञानादेः परः परोपकारोऽपि भवति, शुद्धस्य भवत्येवं पर्यायजन्मन्यादित आरभ्य प्रायः शुभशिष्यसन्तानः, शुद्धकुलप्राप्तादेरिति
થાર્થ: ૬૨૨ા. * “જ્ઞાનાલિસાઘનત્વાત્''માં ‘માદ્રિ' પદથી તપ અને સંયમનો સંગ્રહ છે. * “પરોપકારો”માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે જ્ઞાનાદિથી શ્રેષ્ઠ એવો સ્વનો ઉપકાર તો થાય છે જ, પરંતુ શ્રેષ્ઠ એવો પરનો ઉપકાર પણ થાય છે. * “શુદ્ધપુત્રપ્રાઃ ”માં “માર' શબ્દથી શુદ્ધ કુલના આચારોના સેવનનો સંગ્રહ છે. ટીકાર્ય
અંગીકૃતનું સાફલ્ય થાય છે=ગુરુકુલવાસમાં રહેવાથી પોતે સ્વીકારેલ દીક્ષાનું સફળપણું થાય છે, કેમ કે દીક્ષાનું જ્ઞાનાદિનું સાધનપણું છે, અને તેનાથી તેના ફળરૂપ જ્ઞાનાદિથી=અંગીકૃત એવી દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિથી, પર શ્રેષ્ઠ, પરોપકાર પણ થાય છે. આ રીતે-ગુરુકુલવાસમાં રહેવાથી સાધુને ગાથા ૬૯૦થી ૬૯૨ના પૂર્વાર્ધમાં બતાવ્યા મુજબ લાભો થાય છે એ રીતે, પર્યાયરૂપ જન્મમાં=સંયમપર્યાય ગ્રહણ કરવારૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org