________________
૧૧૧
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ગુર' / ગાથા ૬૯૦ નવા ગુણોનો યોગ થવાને કારણે ચરણરૂપી ધનનું ફળ મેળવવા માટે શિષ્ય ઘણા ગુણોથી યુક્ત ગુરુને ન મૂકે. એને જ ગાથા ૬૯૦થી ૬૯૩ સુધીમાં કહે છે –
ગાથા :
गुरुदंसणं पसत्थं विणओ य तहामहाणुभावस्स ।
अन्नेसि मग्गदसण निवेअणापालणं चेव ॥६९०॥ અન્વયાર્થ :
ગુરુવંસ પત્થ ગુરુનું દર્શને પ્રશસ્ત છે, તહીમહાપુમાવસ ચ=અને તે પ્રકારના મહાનુભાવ એવા ગુરુનો વિUTોવિનય થાય છે, મસિ-અન્યોને અહિંસUT=માર્ગનું દર્શન થાય છે નિવેમUપત્નિ જેવું અને નિવેદનાનું પાલન થાય છે. ગાથાર્થ :
ગુરુનું દર્શન પ્રશસ્ત છે, અને તે પ્રકારના મહાનુભાવ એવા ગુરુનો વંદનાદિ કરવા દ્વારા વિનય થાય છે, અન્ય જીવોને માર્ગનું દર્શન થાય છે અને નિવેદનાનું પાલન થાય છે. ટીકા : ___ तत्र हि गुरुदर्शनं प्रशस्तं, तस्य पुण्यसम्भारभावात्, विनयश्च तथामहानुभावस्य वन्दनादिकरणेन, अन्येषां मार्गदर्शनं, गुरुकुलवासस्य मार्गत्वात्, निवेदनापालनं चैव प्रव्रज्याकाले आत्मा तस्मै निवेदित રૂતિ થાર્થ ૬૬૦૧ * “વનવિરોન'માં ‘વ’ પદથી ગુરુની સન્મુખ જવું, પાછળ ચાલવું વગેરેનો સંગ્રહ છે. ટીકાર્ય :
ત્યાં=ગુરુકુલવાસમાં, ગુરુનું દર્શન પ્રશસ્ત છે, કેમ કે તેના પુણ્યના સંભારનો ભાવ છે અર્થાત્ શિષ્યને પુણ્યાનુબંધી પુણ્યના સંચયનો સદ્ભાવ છે, અને તેવા પ્રકારના મહાનુભાવનો વંદનાદિના કરણ દ્વારા વિનય થાય છે, અન્ય જીવોને માર્ગનું દર્શન થાય છે, કેમ કે ગુરુકુલવાસનું માર્ગપણું છે, અને પ્રવ્રજ્યાના કાળમાં દીક્ષા લેતી વખતે, આત્મા તેને ગુરુને, નિવેદાયો હતો એ રૂપ નિવેદનાનું પાલન થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ઘણા ગુણોવાળા ગુરુના દર્શનથી ગુરુમાં રહેલા નિઃસ્પૃહતા વગેરે ગુણો પ્રત્યે શિષ્યને બહુમાન થાય છે, અને બહુમાન થવાથી શિષ્યને પુણ્યાનુબંધી પુણ્યરૂપ સંયમને અનુકૂળ ઉત્તમ પુણ્યનો સંચય થાય છે. તેથી યોગ્ય શિષ્ય માટે ગુરુનું દર્શન પ્રશસ્ત છે અર્થાત્ કલ્યાણનું કારણ છે.
વળી, તેવા પ્રકારના ગુણોવાળા મહાનુભાવ એવા ગુરુને વંદનાદિ કરવાથી શિષ્યમાં વિનય ગુણ વધે છે, જેનાથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org