________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “ગર' | ગાથા ૬૮૮-૮૯
૧૦૯
વિશેષાર્થ :
જેમ સંયમની આરાધના અપ્રમાદભાવથી કરવાની જિનાજ્ઞા છે, તેમ શોભન ગુરુ આદિમાં યત્ન કરવાની પણ જિનાજ્ઞા છે. આથી જ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે જે સાધુ અપ્રમત્તતાથી સંયમમાં યત્ન કરવાની તીર્થકરની આજ્ઞા આરાધે છે, તે સાધુ વિશુદ્ધ પરિણામવાળા અને ચારિત્રમાં રહેલા છે, અને આવા સાધુએ જેમ સંયમના યોગોમાં અપ્રમાદ કરવો આવશ્યક છે, તેમ શોભન ગુરુ આદિનું વિધિપૂર્વક આલંબન લેવું પણ આવશ્યક છે. આથી સંયમમાં અપ્રમાદી હોવા છતાં પણ જે સાધુ શોભન ગુરુ વગેરેનું આલંબન સ્વીકારવામાં યત્ન કરતા નથી, તે સાધુ જિનાજ્ઞાનું પાલન કરતા નથી. માટે તે સાધુનું ભાવવિત્તરૂપ ચારિત્ર નક્કી નાશ પામે છે. એ પ્રકારનો ગાથા ૬૮૬ સાથે સંબંધ છે.
વળી, પ્રસ્તુત ગાથામાં રહેલ તાનો સંબંધ પૂર્વગાથામાં રહેલ નેom સાથે છે. તેથી એ ફલિત થાય કે જે કારણથી શોભન ગુર્વાદિમાં યત્ન કરવાની ભગવાનની આજ્ઞા છે, તે કારણથી તીર્થકરની આજ્ઞાને આરાધતા એવા વિશુદ્ધ પરિણામવાળા અને ચારિત્રમાં રહેલા સાધુએ શોભન ગુર્વાદિમાં વિધિપૂર્વક યત્ન કરવો જોઈએ, જેથી ચારિત્રરૂપી ભાવસંપત્તિ ટકી શકે; નહીંતર બાહ્યચારિત્ર અપ્રમાદભાવવાળું હોય તોપણ જિનાજ્ઞાનો અનાદર હોવાથી આંતરચારિત્ર નથી. li૬૮૮ અવતરણિકા :
एवं द्वारगाथाया ऐदम्पर्यार्थमभिधाय विशेषतः प्रतिद्वारं प्रकृतयोजनामाह -
અવતરણિકાર્ય :
આ રીતે-ગાથા ૬૭૯થી ૬૮૮માં વર્ણન કર્યું એ રીતે, દ્વારગાથા ૬૭૮ના ઐદંપર્યાર્થિને કહીને, વિશેષથી દરેક દ્વારને વિષે પ્રકૃતિની વ્રતપાલનના ૧૧ ઉપાયો દ્વારા સંયમની વૃદ્ધિ પ્રકૃતિ છે તેની, યોજનાને કહે છે – ભાવાર્થ :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા. ગાથા ૬૭૯થી ૬૮૮ સુધી તે દ્વારગાથાનો જ ઐદંપર્યરૂપ તાત્પર્યાર્થિ બતાવ્યો. હવે વ્રતપાલનના ૧૧ ઉપાયોરૂપ ૧૧ વારોમાંથી દરેક ઉપાયના સેવનથી કઈ રીતે સંયમની વૃદ્ધિ થાય ? તેનું વિશેષ રીતે યોજન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
गुरुगुणजुत्तं तु गुरुं इब्भो सुस्सामिअं व्व ण मुएज्जा ।
चरणधणफलनिमित्तं पइदिणगुणभावजोएण ॥६८९॥ અન્વયાર્થ :
રૂધ્ધ તુ સુખai áવળી ઇભ્ય ધનવાન, સુસ્વામીને જેમ (ન મૂકે, તેમ સુશિષ્ય ગુણવાન ગુરુથી થતા) પવિU|| માવો-પ્રતિદિન ગુણના ભાવના યોગને કારણે ઘરથUThત્નનિમિત્તે ચારિત્રરૂપી ધનના ફળના નિમિત્તે ગુરુપુજી/નુત્ત ગુજં ગુરુ-ઘણા, ગુણોથી યુક્ત ગુરુને મુળ ન મૂકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org