________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા હાર : ગચ્છ' | ગાથા ૯૫-૯૬
૧૧.
ટીકા :
तत्-तस्माद् एनं-गुरुकुलवासमाचरेत् त्यक्त्वा निजं कुलं दीक्षाङ्गीकरणेन कुलप्रसूतः पुमानिति, इतरथा अन्यथा उभयपरित्यागः, उभयं गृहिप्रव्रज्याकुलद्वयं, स पुनरुभयत्यागः नियमादनर्थफल इति થાર્થ: II૬ ૨જા દ્વારમ્
ટીકાર્ય :
તે કારણથી જે કારણથી ગુરુકુલવાસ મોક્ષનું કારણ હોવાથી તદ્ભવસિદ્ધિકો વડે પણ આચરાયો છે તે કારણથી, કુલમાં પ્રવેલો પુમાનઃઉત્તમ કુળમાં જન્મેલો પુરુષ, દીક્ષાના અંગીકરણ દ્વારા પોતાના કુલને ત્યજીને આને=ગુરુકુલવાસને, આચરે. અન્યથા–દીક્ષા સ્વીકારવા દ્વારા પોતાના કુલને ત્યજીને ગુરુકુલવાસને ન આચરે તો, ઉભયનો બંને કુળનો, પરિત્યાગ થાય. ઉભય એટલે ગૃહી અને પ્રવજ્યાનું કુલ એ બંને. વળી તે=ઉભયનો ત્યાગ=ગૃહી અને પ્રવ્રજ્યાના કુળનો ત્યાગ, નિયમથી અનર્થરૂપ ફળવાળો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગુરુકુલવાસ એ મોક્ષનો હેતુ છે. તેથી ઉત્તમ કુળમાં જન્મેલ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસનો ત્યાગ ન કરવો જોઈએ.
આશય એ છે કે ઉત્તમ પુરુષો ઉત્તમ કુળમાં જન્મ્યા પછી ઉત્તમ કુળને શોભે તેવી જ આચરણાઓ કરનારા હોય છે. તેથી તેવા ઉત્તમ કુળમાં જન્મેલ પુરુષ દીક્ષા ન લે તોપણ, પ્રાયઃ કરીને સદ્ગતિમાં જ જનાર હોય છે, અને આવા પુરુષ પોતાના ઉત્તમ કુળને છોડીને દીક્ષા ગ્રહણ કરે ત્યારે પણ પ્રવ્રજયાના કુળરૂપ ગુરુકુલવાસને અનુરૂપ જ ઉચિત આચરણાઓ કરનારા હોય છે, જેથી તેઓ સંસારના પારને પામે છે. પરંતુ પ્રવ્રયા ગ્રહણ કર્યા બાદ જે શિષ્ય ગુણવાન ગુરુને છોડી દે છે, અથવા તો માત્ર ગુરુ સાથે રહીને સ્વમતિ પ્રમાણે જ આચરણા કરે છે, તે શિષ્ય તો પોતાના ઉત્તમ કુળનો પણ ત્યાગ કર્યો છે અને ગુરુકુળનો પણ ત્યાગ કર્યો કહેવાય. તેથી તે શિષ્ય અવશ્ય દુર્ગતિના અનર્થરૂપ ફળની પ્રાપ્તિ કરે છે. I૬૯પા અવતરણિકા :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ઉપાયરૂપ ૧૧ ધારો બતાવ્યાં હતાં. તેમાંથી પ્રથમ કારરૂપ ગુરુકુલવાસનું ગાથા ૬૮૯થી ૬૯૫માં વર્ણન કર્યું. હવે દ્વિતીય ધારરૂપ ગચ્છવાસનું વર્ણન કરે છે –
ગાથા :
गुरुपरिवारो गच्छो तत्थ वसंताण निज्जरा विउला ।
विणयाओ तह सारणमाईहिं न दोसपडिवत्ती ॥६९६॥ અન્વચાઈ :
ગુરુપરિવારો ગુરુનો પરિવારનો ગચ્છ છે. તત્ય ત્યાં=ગચ્છમાં, વસંતાપવસતા સાધુઓને વિપાયાવિનયથી વિડના નિર્ન વિપુલ નિર્જરા થાય છે, તદ અને સTRUTH દિં સ્મારણ આદિ દ્વારા રોપડવીદોષોની પ્રતિપત્તિ-પ્રાપ્તિ, ન થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org