________________
૧૨૦
વ્રતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા દ૯૦-૬૯૮ વળી, અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે કોઈ સાધુને કુશળયોગ વિષયક વિસ્મરણ થયું હોય, તો અન્ય સાધુ તેનું સ્મરણ પણ કરાવે. આમ કેટલાક સાધુઓ સ્મારણ કરે છે અને કેટલાક સાધુઓનું મારણ કરાય છે. માટે સ્મારણ કરનાર અન્યના નાશ પામતા કુશલયોગના રક્ષણમાં નિમિત્ત બનવાથી નિર્જરા પ્રાપ્ત કરે છે, અને જેને સ્મારણ કરાવ્યું તેના નાશ પામતા કુશલયોગનું રક્ષણ થવાથી નિર્જરા પ્રાપ્ત થાય છે. l/૬૯૭ી.
ગાથા :
एमेव य विण्णेअं अहियपवित्तीए वारणं एत्थं ।
अहिअयरे किच्चंमि अ चोअणमिइ सपरफलसिद्धी ॥६९८॥ અન્વયાર્થ :
મેવ ચ અને આ રીતે જ ત્યં અહીં=ગચ્છમાં, દિયપવિત્તી અહિતની પ્રવૃત્તિનું વરVi=વારણ માિયરેમવિવૅમિ અને અધિકતર કૃત્યમાં ચોમr=ચોદન વિપ્રોગ્રંજાણવું. એ રીતે સંપરત્નસિદ્ધીસ્વ અને પરના ફળની સિદ્ધિ થાય છે. ગાથાર્થ :
અને આ રીતે જ ગચ્છમાં અહિતની પ્રવૃત્તિનું વારણ જાણવું અને અધિકતર કૃત્યમાં ચોદન જાણવું. એ રીતે સ્વ અને પરના ફળની સિદ્ધિ થાય છે. ટીકા :
एवमेव च द्विरूपं विज्ञेयम् अहितप्रवृत्तेर्वारणमत्र-गच्छ इति, तथा अधिकतरे कृत्ये च गुणस्थानकचोदनं ज्ञेयम्, इति एवं स्वपरफलसिद्धिरिति गाथार्थः ॥६९८॥ ટીકાર્થ :
અને અહીં છે=ગચ્છમાં છે, કૃતિ એથી અહિતની પ્રવૃત્તિનું વારણ આ રીતે જ=જે રીતે સ્મારણ છે એ રીતે જ, દ્વિરૂપ=બે સ્વરૂપવાળું, જાણવું અર્થાત્ કેટલાક સાધુઓનું વારણ કરાય છે અને કેટલાક સાધુઓ વારણ કરે છે, એમ વારણ બે પ્રકારે જાણવું. અને અધિકતર કૃત્યમાં અર્થાત્ સાધુ દ્વારા યત્ન કરાતા સંયમસ્થાનથી ઉપરના સંયમસ્થાનના કારણભૂત એવા કાર્યમાં, તથા તે પ્રકારે ગુણસ્થાનકનું ચોદન જાણવું અર્થાત્ જે પ્રકારે વારણા બે સ્વરૂપવાળી છે, તે પ્રકારે બે સ્વરૂપવાળી ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને તેવી પ્રેરણા જાણવી. આ રીતે=વિનય, સ્મારણ, વારણ અને ચોદન કેટલાક સાધુઓનું કરાય છે અને કેટલાક સાધુઓ કરે છે એ રીતે, સ્વ અને પરના ફળની સિદ્ધિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગચ્છમાં રહેતા સાધુઓને વિપુલ નિર્જરા થાય છે, કેમ કે ગચ્છમાં રહેલા કેટલાક સાધુઓ સ્વયં ચારિત્રવાળા સાધુઓનો વિનય કરે છે, શૈક્ષો પાસે અન્ય સાધુઓનો વિનય કરાવે છે; અને કુશલયોગ નાશ પામતો હોય તેવા કેટલાક સાધુઓને અન્ય સાધુ દ્વારા સ્મારણ કરાય છે અને કેટલાક સાધુઓ સ્મારણ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org