________________
૧૦૮
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૬૮૮ ઉપાયોનું દંપર્ય દષ્ટાંત દ્વારા બતાવ્યું કે અશોભન ૧૧ સ્થાનોમાં યત્ન કરનાર સાધુનું ચારિત્ર અવશ્ય ક્ષય પામે છે, અને શોભન ૧૧ સ્થાનોમાં યત્ન કરનાર સાધુનું ચારિત્ર અવશ્ય વૃદ્ધિ પામે છે. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે અર્થાત્ તે સર્વ કથનનો સારાંશ બતાવે છે –
ગાથા :
तम्हा तित्थयराणं आराहतो विसुद्धपरिणामो ।
गुरुमाइएसु विहिणा जइज्ज चरणट्ठिओ साहू ॥६८८॥ અન્વયાર્થ :
તહીં તે કારણથી જે કારણથી સુંદર ગુરુ વગેરેમાં યત્ન કરવો જોઈએ એ ભગવાનની આજ્ઞા છે તે કારણથી, તિસ્થયરા તીર્થંકરની આજ્ઞાને મારીહંતો આરાધતા, વિશુદ્ધપરિણામો વિશુદ્ધ પરિણામવાળા, ઘર િસાદૂ ચરણમાં સ્થિત સાધુએ ગુમારૂ =(સુંદર) ગુરુ આદિમાં વિવિધ વિધિપૂર્વક નફmયત્ન કરવો જોઈએ.
ગાથાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે સુંદર ગુરુ વગેરેમાં યત્ન કરવો જોઈએ એવી ભગવાનની આજ્ઞા છે, તે કારણથી તીર્થકરની આજ્ઞાની આરાધના કરતા, વિશુદ્ધ પરિણામવાળા, ચારિત્રમાં રહેલા સાધુએ સુંદર ગુરુ વગેરેમાં વિધિપૂર્વક ચત્ન કરવો જોઈએ. ટીકા :
तस्मात् तीर्थकराज्ञामाराधयन् विशुद्धपरिणामः सन् गुर्वादिषु विधिना यतेत चरणस्थितः साधुः શોષ્યિતિ ગાથા: ૬૮ટા ટીકાર્ય :
તે કારણથી તીર્થકરની આજ્ઞાને આરાધતા, વિશુદ્ધપરિણામવાળા છતા, ચરણમાં સ્થિત સાધુ શોભન ગુરુ આદિમાં વિધિપૂર્વક યત્ન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૬૭૯થી ૬૮૭માં વ્રતપાલનના ૧૧ ઉપાયોનું ઔદંપર્ય કહ્યું અને પ્રસ્તુત ગાથામાં પણ તે ઔદંપર્યનું જ નિગમન બતાવે છે –
જેઓ સંસારથી ભય પામેલા છે, તેથી વિશુદ્ધ પરિણામવાળા અને ભગવાનની આજ્ઞાનું સમ્યગું પાલન કરનારા છે, એવા ચારિત્રમાં સ્થિત સાધુ, સુંદર ગુરુ વગેરે વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં વિધિપૂર્વક યત્ન કરે, જેથી આત્મહિત સાધી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org