________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૦-૬૦૧
lou
નોંધ:
IVIક્ષા પદમાં પંચમી. વિભક્તિ લેવાની છે અને પૂઠ્ઠા શબ્દ બાળક અર્થમાં છે અને ટીકા પ્રમાણે તેને સપ્તમી વિભક્તિ લેવાની છે; અને રવFGUામHજે સામાસિક પદ જણાય છે, છતાં વિશ્વ શબ્દનું વIIIIII સાથે અને મમત્તે શબ્દનું વેપ્પટ્ટા સાથે યોજન છે. ટીકાર્ય :
પાંચમા વ્રતમાં સૂક્ષ્મ અતિચાર આ=વસ્થમાણ લક્ષણવાળો હવે કહેવાશે એ સ્વરૂપવાળો, જ્ઞાતવ્ય થાય છે. પાથરેલ તલ વગેરેનું કાગડા આદિ, કૂતરાં, ગાયોથી રક્ષણ કરવું અને બાળક ઉપર થોડું મમત્વ કરવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુઓ શય્યાતરના ઘરમાં રહેતા હોય છે, અને શય્યાતરે ક્યારેક પોતાનાં તલ વગેરે દ્રવ્યોને તડકામાં તપાવવા માટે પાથર્યા હોય, અને તે તલાદિનું ત્યાં રહેલ સાધુ કાગડા વગેરે પંખીઓથી, ગાયોથી કે કૂતરાંઓથી રક્ષણ કરે, તો તે સાધુને પાંચમા મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર લાગે; કેમ કે અવ્યક્ત રીતે પણ શય્યાતર પ્રત્યે કંઈક લાગણીનો પરિણામ હોવાથી સાધુ તેના તલાદિ દ્રવ્યોનું રક્ષણ કરે છે; અને આ સૂક્ષ્મ એવી પણ લાગણી પરિગ્રહરૂપ છે; અથવા નાના બાળકની ચેષ્ટાઓ જોઈને સહેજ પણ તે બાળક પ્રત્યે લાગણીરૂપ મમત્વ ઉત્પન્ન થાય, તો પાંચમા વ્રતમાં સૂક્ષ્મ અતિચાર થાય.
આનાથી એ ફલિત થાય કે અનાભોગ કે સહસાકારથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે સ્ટેજ પણ પ્રગટેલી લાગણી અલ્પ હોવાથી સૂક્ષ્મ અતિચારરૂપ છે; અને કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની પ્રગટેલી લાગણી અવસ્થિત રહે, તો તે વસ્તુ કે વ્યક્તિ પરિગ્રહરૂપ જ બની જાય છે. ll૬૬oll
ગાથા :
दव्वाइआण गहणं लोहा पुण बायरो मुणेअव्वो ।
अइरित्तधारणं वा मोत्तुं नाणाइउवयारं ॥६६१॥ અન્વયાર્થ:
નો પુUT=વળી લોભથી રડ્યામUT દ્રવ્યાદિનું ઈ-ગ્રહણ, નાઈફ વારં વાંકઅથવા જ્ઞાનાદિ ઉપકારને મોજું મૂકીને (ઉપધિનું) ગરિરંથાર=અતિરિક્ત ધારણ, (એ) વાયરો બાદર (અતિચાર) મુકવ્યો જાણવો.
ગાથાર્થ :
વળી લોભથી દ્રવ્યાદિનું ગ્રહણ, અથવા જ્ઞાનાદિ ઉપકારને મૂકીને ઉપધિનું અતિરિક્ત ધારણ, એ બાદર અતિચાર જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org