________________
વ્રતસ્થાપનાવસ્તુકાવ્યો તિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૫૯-૬૦૦ અને તેની=બ્રહ્મચર્યની, ગુપ્તિનું તે પ્રકારે સમ્યગુ અનુપાલન નથી, એથી અતિચાર જ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કરકર્મ એટલે રાગથી કોઈને હાથ દ્વારા સ્પર્શ કરવો તે, “
વ ર્માદ્રિ'માં ‘મરિ' પદથી રાગથી કોઈને જોવું, રાગથી લાગણી અભિવ્યક્ત કરવી, વગેરેનું ગ્રહણ કરવાનું છે. આ સર્વ પ્રવૃત્તિથી ચોથા મહાવ્રતમાં અતિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે કામના પરિણામનું તેવા પ્રકારનું વિચિત્રપણું છે.
અહીં પ્રશ્ન થાય કે કરકર્માદિમાં મૈથુનસેવન નથી, તોપણ અતિચાર કેમ થાય છે? તેથી કહે છે –
કરકર્માદિ કરનાર સાધુ મૈથુનવિરમણવ્રતની ગુપ્તિનું શાસ્ત્રમાં બતાવ્યું છે તે પ્રકારે સમ્યમ્ અનુપાલન કરતા નથી, માટે અતિચાર જ થાય છે.
અહીં વિશેષ એ છે કે ચોથા વ્રતના પાલન માટે સાધુએ સજાતીય કે વિજાતીય સાથે ક્યાંય પણ રાગનો પરિણામ ન ઊઠે, તે રીતે ગુપ્ત રહેવું જોઈએ; કેમ કે રાગના પરિણામથી સજાતીય કે વિજાતીયના હસ્તસ્પર્શ વગેરે પ્રવૃત્તિ કરતી વખતે ચોથા વ્રતમાં કંઈક મલિનતા કરે તેવો વિચિત્ર પરિણામ પેદા થતો હોવાને કારણે ચોથા વ્રતમાં અતિચાર થાય છે. આ૬૫૯ અવતરણિકા :
હવે પાંચમા પરિગ્રહવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે –
ગાથા :
पंचमगम्मि अ सुहुमो अइआरो एस होइ णायव्वो ।
कागाइसाणगोणे कप्पट्ठग रक्खणममत्ते ॥६६०॥ અન્વચાઈ:
પંચમfમ અને પંચમમાં=પરિગ્રહના વિરમણરૂપ પાંચમા વ્રતમાં, સુમો ગફારો સૂક્ષ્મ અતિચાર પણ આ=આગળમાં કહેવાશે એ, પબ્લિો રોટ્ટ-જ્ઞાતવ્ય થાય છે. (એ સૂક્ષ્મ અતિચાર જ બતાવે છે–). વફાનો કાગડાદિ, કૂતરા અને ગાયોથી રવમgue(તલાદિનું) રક્ષણ (અને) પૂઠ્ઠી=બાળકમાં મમત્તે=મમત્વ.
ગાથાર્થ :
પરિગ્રહવિરમણરૂપ પાંચમા મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર આગળમાં કહેવાશે એ જ્ઞાતવ્ય થાય છે. એ સૂક્ષ્મ અતિચાર જ બતાવે છે. કાગડાદિ પક્ષીઓથી, કૂતરાઓથી, ગાયોથી તલાદિનું રક્ષણ અને બાળકમાં મમત્વ.
ટીકા :
पञ्चमे व्रते सूक्ष्मोऽतिचार एषः-वक्ष्यमाणलक्षणो भवति ज्ञातव्यः, काकादिश्वगोभ्यो रक्षणं प्रसारिततिलादेः, तथा कप्पट्ठग त्ति बाले ममत्वं मनागिति गाथार्थः ॥६६०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org