________________
વ્રતસ્થાપનાવસ્તુકારો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૫૮-૬૫૯
I ૦૩ સૂક્ષ્મ અતિચાર થાય છે, અને ક્રોધાદિ કષાયને વશ થઈને સાધુ-સાધ્વીના કે અન્ય ધર્મવાળા સંન્યાસીના સચિત્ત એવા શિષ્ય વગેરેનું કે અચિત્ત એવા કામળી વગેરે ઉપકરણોનું હરણ કરતા અથવા તો ગૃહસ્થોના સચિત્ત એવા પુત્રાદિનું કે અચિત્ત એવા કોઈક સાધનોનું અપહરણ કરતા સાધુને અદત્તાદાન-વિરમણવ્રતમાં બાદર અતિચાર થાય છે; કેમ કે સૂક્ષ્મ અતિચાર કરતાં અહીં કષાયનો પરિણામ વિશેષ હોય છે.
અહીં તથા પરિણામથી એ જણાવવું છે કે સાધુમાં વ્યક્ત રીતે કોઈ કષાય પ્રવર્તતો ન હોય, પરંતુ સંયમયોગોમાં દઢ યત્ન નહીં હોવાને કારણે અનાભોગથી અનુચિત પ્રવૃત્તિ થાય, ત્યારે સાધુને સૂક્ષ્મ અતિચાર થાય છે; અને વ્રતમાં મલિનતા કરે તેવો ક્રોધાદિનો વ્યક્ત પરિણામ થાય, ત્યારે સાધુને બાદર અતિચાર થાય છે. માટે જ કહ્યું કે તેવા પ્રકારનો કષાયનો પરિણામ હોવાથી બાદર અતિચાર થાય છે. (૬૫૮ અવતરણિકા:
હવે ચતુર્થ મૈથુનવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા :
मेहुन्नस्सऽइआरो करकम्माईहि होइ नायव्वो ।
तग्गुत्तीणं च तहा अणुपालणमो ण सम्मं तु ॥६५९॥ અન્વયાર્થ:
મેદુન્નસારો મૈથુનનો=મૈથુનના વિરમણરૂપ ચોથા વ્રતનો, અતિચાર વિક્રમ્માદિકરકર્માદિ વડે નાવ્યો રોડ્ર-જ્ઞાતવ્ય થાય છે. (ચોથા વ્રતમાં કરકર્માદિ વડે અતિચાર કેમ થાય છે? તેમાં યુક્તિ આપે છે –) તપુરી રંગ અને તેની મૈથુનવિરમણવ્રતની, ગુપ્તિનું તહીં તે પ્રકારે જે પ્રકારે શાસ્ત્રમાં કહેલ છે તે પ્રકારે, મનુપાન અનુપાલન સમ્ર =સમ્યગુ નથી. * “તુ પાદપૂર્તિ અર્થે છે. * “'માં રહેલ “મો' અલાક્ષણિક છે. ગાથાર્થ :
મૈથુનવિરમણરૂપ ચોથા મહાવ્રતમાં કરકમદિ વડે અતિચાર જ્ઞાતવ્ય થાય છે. ચોથા મહાવતમાં કરકમદિ વડે અતિચાર કઈ રીતે થાય? તેમાં યુક્તિ આપે છે. અને મૈથુનવિરમણવ્રતની ગુપ્તિનું જે પ્રકારે શાસ્ત્રમાં કહેલ છે, તે પ્રકારે સખ્ય અનુપાલન નથી. ટીકા?
मैथुनस्येति मैथुनविरतिव्रतस्यातिचारः करकर्मादिभिर्भवति ज्ञातव्यः, परिणामवैचित्र्येण, तद्गुप्तीनां च तथानुपालनं न सम्यगित्यतिचार एवेति गाथार्थः ॥६५९॥ ટીકાર્ય :
મૈથુનનો મૈથુનની વિરતિરૂપ વ્રતનો, અતિચાર કરકર્માદિ વડે જ્ઞાતવ્ય છે, કેમ કે પરિણામનું વિચિત્રપણું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org