________________
વ્રતસ્થાપનાવસ્તુક | યથા વાતવ્યાન' દ્વાર/ ગાથા ૦૪-૦૫
૯૧
ભાવાર્થ :
વ્રતસ્થાપનાના દિવસે શૈક્ષને ગુરુ યથાશક્તિ તપ કરાવે છે. વળી આ તપ શૈક્ષની શક્તિ પ્રમાણે અલ્પ કે અધિક હોઈ શકે, પરંતુ માંડલીમાં પ્રવેશ કરવાનાં સાત આંબિલ તો ગુરુ નક્કી શૈક્ષને કરાવે જ. //૬૭૪
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે માંડલી પ્રવેશ માટે નિયમથી સાત આંબિલો થાય છે. ત્યાં શંકા થાય કે સાત આંબિલો કરવાથી તરત જ માંડલીમાં પ્રવેશ થાય? કે અન્ય કોઈ વિધિ છે? તેથી કહે છે –
ગાથા :
तत्तो अ पण्णविज्जइ भावं नाऊण बहुविहं विहिणा ।
तो परिणए पवेसो अपरिणए होंति आणाई ॥६७५॥ અન્વયાર્થ :
તો એ=અને ત્યારપછી વવિદં બહુ પ્રકારના માવંભાવને નાકજાણીને વિદિપ=વિધિ વડે પUUવિનડું-પ્રજ્ઞાપના કરાય છે. તો તેનાથી તે પ્રજ્ઞાપનાથી, ઘર-પરિણત હોતે છતે પણ પ્રવેશ= શિષ્યનો માંડલીમાં પ્રવેશ થાય છે, અપરિપકઅપરિણત હોતે છતે=અપરિણત શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાતે છતે, મારું આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ દોષો, હોંતિ થાય છે.
ગાથાર્થ :
અને સાત આયંબિલો કર્યા પછી બહુ પ્રકારના શિષ્યના ભાવને જાણીને વિધિ વડે ગુરુ સંયમયોગોમાં શિષ્ય સમ્યગ ઉસ્થિત થાય તેવો ઉપદેશ આપે છે, તે ઉપદેશથી શિષ્ય પરિણત હોતે જીતે શિષ્યનો માંડલીમાં પ્રવેશ થાય છે, અપરિણત શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાતે છતે આજ્ઞાભંગાદિ દોષો થાય છે.
ટીકા :
ततश्च प्रज्ञाप्यते शिष्यकस्य भावं ज्ञात्वा बहुविधं विधिना प्रवचनोक्तेन, ततः परिणते सति प्रवेशो मण्डल्याम्, अपरिणते प्रवेश्यमाने भवन्ति आज्ञादय इति गाथार्थः ॥६७५॥ ટીકાર્થ :
અને ત્યારપછી=માંડલીપ્રવેશનાં સાત આંબિલો કર્યા પછી, શિષ્યના બહુ પ્રકારવાળા ભાવને જાણીને પ્રવચનોક્ત શાસ્ત્રમાં કહેવાયેલ, વિધિ વડે પ્રજ્ઞાપના કરાય છે=શૈક્ષને ઉપદેશ અપાય છે. તેનાથી તે પ્રજ્ઞાપનાથી, શૈક્ષ પરિણત હોતે છતે માંડલીમાં પ્રવેશ થાય છે, અપરિણત એવો શૈક્ષ પ્રવેશ કરાતે છતે આજ્ઞાદિ ગુરુને આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org