________________
૧૦૨
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાત્નયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૨૦૯ થી ૬૮૫ (૯) દેહનો નાશ કરે તેવી ક્રોધાદિની ભાવના પ્રધાન છે જેને એવા પુરુષની જેમ, કોઈ શરીરરૂપ ધનવાળી વ્યક્તિ કામાદિના અશુભ અધ્યવસાયથી દેહરૂપ ધનનો નાશ કરે છે, તેમ સાધુ પણ વિચારે કે “હું ઘણાં શાસ્ત્રો ભણેલો છું, તેથી મારે દેહને સારી રીતે સાચવવો જોઈએ,” ઇત્યાદિ રાગાદિને વશ થઈને અશુભ ભાવના કરે, તો ધીરે ધીરે શરીરનું મમત્વ વધવાથી તે સાધુના સંયમરૂપી ગાત્રનો નાશ થાય છે. અયોગ્ય સ્થાનમાં વિહારથી અર્થાત્
(૧૦) અગ્નિથી બળતાં સ્થાન વગેરે સ્થાનોમાંથી નહીં નીકળનાર પુરુષની જેમ, અયોગ્ય સ્થાનમાં વિહારથી અર્થાત્ શરીરનો વિનાશ કરે તેવાં ખરાબ સ્થાનોમાં ફરવાથી, શરીરરૂપ સંપત્તિનો નાશ થાય છે, તેમ જે સાધુ સૂત્રપોરિસી-અર્થપોરિસી કે સંયમના અન્ય યોગોને ગૌણ કરીને લાંબા-લાંબાં દેશાટનો કર્યા કરે અથવા પોતાને અનુકૂળ હોય તેવાં સ્થાનોમાં દીર્ઘકાળ સ્થિર રહે, તે સાધુ ક્ષેત્રમાં પ્રતિબંધવાળા બને છે, તેથી તે ઉચિત ભાવો કરી શકતા નથી. આમ, ભગવાને બતાવેલ નવકલ્પી વિહારને છોડીને સ્વમતિ પ્રમાણે અશોભન વિહાર કરવાથી સાધુના સંયમરૂપી દેહનો વિનાશ થાય છે. “પ્રીતરિ''માં ‘રિ' પદથી વિનાશકારી દ્રવ્યોના સંયોગવાળા સ્થાનનું ગ્રહણ કરવાનું છે.
(૧૧) રાજા વગેરેનું અપભાષણ કરનાર વ્યક્તિની જેમ વિરુદ્ધ કથાથી ધનવાનનું પણ ધન નાશ પામે છે, તેમ સંવેગની વૃદ્ધિમાં કારણભૂત યતિકથાથી વિરુદ્ધકથા કરવાથી સંયમી પણ સાધુનું સંયમરૂપ ધન નાશ પામે છે.
આશય એ છે કે જેને રાજા-મંત્રી વગેરે સંબંધી દોષો જ બોલવાનો સ્વભાવ હોય, તેવા માણસની સંપત્તિ જેમ રાજાદિ દ્વારા વિનાશ પામે છે, વળી જેમ દેશની વિરુદ્ધ કથા કરતો હોય તેવા શ્રેષ્ઠીની સંપત્તિ જેમ રાજાદિ તરફથી વિનાશ પામે છે, તેમ સંવેગના કારણભૂત એવી યતિકથાને છોડીને અન્ય અન્ય કથાઓમાં સાધુ યત્ન કરે તો સંવેગનો ધીરે ધીરે નાશ થવાથી તે સાધુનું સંયમરૂપી ધન નાશ પામે છે. * ઉપરમાં બતાવ્યું કે કુવામી આદિ ૧૧ હેતુઓથી ધનવાનનું ધન જેમ વિનાશ પામે છે, તેમ કુગુરુ આદિ ૧૧ હેતુઓથી સંયમી સાધુના પણ ચારિત્રરૂપી ધનનો અપચય થાય છે. * હવે, સુસ્વામી આદિ ૧૧ શોભન હેતુઓથી ધનવાનનું ધન જેમ વૃદ્ધિ પામે છે, તેમ સુગુરુ આદિ ૧૧ હેતુઓથી સંયમી સાધુના પણ ચારિત્રરૂપી ધનનો ચય થાય છે, તે બતાવે છે –
શોભન ૧૧ કરણો : દૃષ્ટાન્તસ્ય હેતવ: ::
| . સાન્તિયોગનમ્ ... (૧) સુસ્વામીનો યોગ
શોભન ગુરુકુલવાસ (૨) સુજનની મધ્યમાં વાસ
શોભન ગચ્છવાસ (૩) સુલક્ષણયુક્ત ગૃહવાસનો યોગ
શોભન વસતિ (૪) સજ્જન સાથે સંગ
અપ્રમત્ત સાધુ સાથે સંગ (૫) દેહસ્થિતિનું કારણ એવા ભોજનનો ઉપભોગ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભોજન (૬) દેહરણના કારણભૂત વસ્ત્રાદિ
| શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઉપકરણ (૭) જીર્ષે ભોજન
શોભન તપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org