________________
વ્રતસ્થાપનાવસ્તુકકથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૨૦૯ થી ૬૮૫
0
:
ભાવાર્થ :
(૧) અન્યાયી રાજા રાજ્ય કરતો હોય તેવા નગરમાં રહેતા લોકોને સુસ્વામીનો વિરહ હોવાથી જેમ ધનવાનની સંપત્તિ લૂંટારાઓથી નાશ પામે છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી સુંદર ગુરુનો વિરહ હોય તો ગુણવાન પણ સાધુની ચારિત્રરૂપી સંપત્તિ નાશ પામે છે.
(૨) ચોરની પલ્લીમાં રહેનારા લોકોની જેમ, ક્લિષ્ટજનની વચ્ચે રહેતા શ્રેષ્ઠીનું ધન દુર્જનોના ઉપદ્રવોથી નાશ પામે છે, તેમ સારણા-વારણાદિ નહીં થવાથી કુગચ્છમાં વસતા ગુણવાન પણ સાધુનું ચારિત્રરૂપી ધન નાશ પામે છે.
(૩) દુષ્ટ પશુ કે દુષ્ટ પુરુષવાળા ઘરમાં વસનાર માણસની જેમ, ખરાબ લક્ષણોવાળા ઘરમાં રહેનાર વિત્તપતિનું પણ વિત્ત વિનાશ પામે છે, તેમ નિર્દોષ અને સ્ત્રી આદિથી વર્જિત ભૂમિમાં સાધુ ન રહે તો સદોષ વસતિ પરિગ્રહરૂપ બનવાથી અને સ્ત્રીઆદિવાળી વસતિમાં વિકારો થવાથી સાધુનું સંયમરૂપી વિત્ત નાશ પામે છે.
(૪) વિપરીત માણસનો સંગ કરનાર જનની જેમ, ખરાબ મિત્રની સોબત કરનાર ધનિકના ધનનો દુષ્ટની સંગતિથી નાશ થાય છે, તેમ પાસત્યાદિ કુસાધુઓના સંસર્ગમાં રહેનાર સુસાધુમાં પ્રમાદની વૃદ્ધિ થવાથી, તે સુસાધુના ચારિત્રરૂપી ધનનો નાશ થાય છે.
(૫) અપથ્ય ભોજનનો ભોગ કરનારા મનુષ્યની જેમ, પોતાના દેહની સ્થિતિના કારણભૂત ભોજનથી વિરુદ્ધ ભોજનનો ઉપભોગ કરવાથી પોતાની શરીરરૂપ સંપત્તિનો નાશ થાય છે અને ઔષધાદિ કરવામાં ધનરૂપ સંપત્તિનો પણ નાશ થાય છે, તેમ સંયમને ઉપકારક શાસ્ત્રોક્ત આહારને બદલે શાસ્ત્રવિરુદ્ધ આહાર ગ્રહણ કરવાથી સાધુની સંયમરૂપી સંપત્તિનો નાશ થાય છે.
(૬) દેહનો નાશ કરે તેવાં દ્રવ્યોના સંયોગથી સંબંધિત ઉપકરણોનો ભોગ કરનારા જનની જેમ, ખરાબ દ્રવ્યોના સંયોગવાળા વસ્ત્રાદિથી પોતાની દેહરૂપ સંપત્તિ નાશ પામે છે, તેમ શાસ્ત્રવિરુદ્ધ ઉપકરણોના ભોગથી સાધુનો સંયમરૂપી દેહ નાશ પામે છે.
દેહધ્વસિતયોગયોગિતઉપકરણભોગીજન એટલે દેહનો ધ્વસ=નાશ થાય એવાં ખરાબ દ્રવ્યોના યોગથી=સંબંધથી, યોગિત=સંબંધિત, એવાં ઉપકરણોનો ભોગ કરનારો=વસ્ત્રો પહેરનારો માણસ, અને યોગિતવસ્ત્રાદિ એટલે ખરાબ દ્રવ્યોના સંબંધથી સંબંધિત એવાં વસ્ત્ર-ભાજનાદિ.
(૭) અજીર્ણ સંકલિકાથી યુક્ત માણસની જેમ, નિરોગી શરીરરૂપ ધનવાળી પણ વ્યક્તિ, અજીર્ણમાં ભોજન કરે તો તેની શરીરરૂપ સંપત્તિ ક્રમસર વિનાશ પામે છે, તેમ સ્વાધ્યાયાદિ બળવાન યોગોનો નાશ કરે, અથવા સંયમને અનુકૂળ એવી ઇન્દ્રિયોનો નાશ કરે કે દુર્ગાનનું કારણ બને, તેવો અશોભન તપ કરવાથી, સાધુનું સંયમરૂપી શરીર નાશ પામે છે.
(૮) રાજાના અપથ્ય=વિરુદ્ધ, વિચારવાળા મુખરવાચાળ, માણસની જેમ કોઈ ધનવાન શ્રેષ્ઠી વિચાર કરે કે મારી પાસે આટલી સંપત્તિ છે, તેમાંથી થોડી સંપત્તિ હું જુગારાદિ વ્યસનમાં વાપરું, તો શું ફેર પડે? આ પ્રકારના કુવિચારથી ક્રમે કરીને તેની સર્વ સંપત્તિ નાશ પામે છે; તેમ સાધુ પણ વિચારે કે “હું આટલાં તપ-સંયમાદિ કરું છું, તેમાં થોડો પ્રમાદ કરું, તો શું વાંધો આવે ?” આવા પ્રકારના કુવિચારથી ક્રમસર સાધુની સંયમરૂપી સંપત્તિ નાશ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org