________________
w wwષ્ણુ * DD - DA# &# કુતૃપના વિષયમાં વાસી જનની જેમ=ખરાબ રાજાના દેશમાં વસનાર લોકની જેમ, સુસ્વામીના વિરહથી; તથા ચોરની પલ્લીમાં વસનાર જનની જેમ ક્લિષ્ટજનની મધ્યમાં વસવાથી; અને તે પ્રકારે દુષ્ટ પશુ અને પુરુષવાળા ગૃહમાં વસનાર જનની જેમ અલક્ષણ ગૃહવાસના યોગથી; તથા વિપરીત સાથે સંગત કરનાર જનની જેમ દુષ્ટ સાથે સંગથી; તે રીતે જ અપથ્યનો ભોગ કરનાર જનની જેમ સ્થિતિના નિબંધનથી વિરુદ્ધ ભક્તના ઉપભોગથી આયુષ્યનું કારણ એવા ભોજનથી વિરુદ્ધ ભોજનના ઉપભોગથી; તથા દેહધ્વસિહયોગથી યોગિત એવા ઉપકરણનો ભોગ કરનાર જનની જેમ યોગિત વસ્ત્રાદિથી, તથા અજીર્ણ સંકલિકાથી યુક્ત જનની જેમ અજીર્ણમાં ભોગથી અજીર્ણમાં ભોજન કરવાથી; તથા રાજાના અપથ્ય વિચાર કરનાર મુખર જનની જેમ કુવિચારથી; તથા દેહથી વિરુદ્ધ એવા ક્રોધાદિની ભાવના છે પ્રધાન જેને એવા જનની જેમ અશુભ અધ્યવસાનથી; તથા પ્રદીપ્તાદિથી અનિર્ગત અગ્નિ આદિમાંથી બહાર નહીં નીકળેલ, જનની જેમ, અયોગ્ય સ્થાનમાં વિહારથી; અને તે રીતે રાજાદિનું અપથ્ય ભાષણ કરનાર જનની જેમ વિરુદ્ધ કથાથી; વિત્તપતિઓ પણ=મહાજનવાળાઓ પણ, તે તે પ્રકારે=ઉક્તની જેમ=ઉપરની ગાથાઓમાં કહેવાયેલની જેમ, અકુશલના યોગ વડે આ લોકમાં વિત્તવિનાશને પ્રાપ્ત કરે છે ફરી દરિદ્ર થાય છે. આ=ઉપરમાં વર્ણવ્યું એ, પ્રગટ દેખાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
વળી ઉક્ત કદંબકથી વિપર્યય=ગાથા ૬૭૯થી ૬૮૨માં કહેલ ૧૧ કારણોના સમૂહથી વિપરીત, એવા સુસ્વામી આદિથી, તે તે પ્રકારે તેમના ઉપકારથી સુસ્વામી આદિનો ઉપકાર થવાથી, હેતુભૂત=ધનવૃદ્ધિના હેતુભૂત, એવા તેમના સુસ્વામી આદિના, પ્રભાવના યોગ વડે, ઉભય લોકમાં સુખાવહsઉભય લોકમાં હિત, એવું અનઘ=શોભન=સુંદર, વિર=ધન, વિત્તપતિઓ વધારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
અહીં શોભન વિત્તને ‘આલોકમાં હિતાવહ એમ ન કહેતાં, ‘ઉભય લોકમાં હિતાવહ એમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે પુણ્યશાળી જીવો સુસ્વામી વગેરેના નિમિત્તને પામીને વિપુલ ધન પ્રાપ્ત કરે છે, અને તે ધનનો ઉચિત વ્યય કરીને આ લોકમાં પણ ભોગાદિ સુખો પ્રાપ્ત કરે છે અને ધર્મમાં ઉચિત વ્યય કરીને પરલોકનું પણ હિત સાધે છે; કેમ કે તેઓ જેમ શોભન ૧૧ કારણોનું આલંબન લે છે, તેમ ધર્મની અવિરુદ્ધ જ અર્થ-કામનું સેવન કરે છે. આથી તેઓનો ધનપ્રાપ્તિનો પ્રયત્ન ધર્મવૃદ્ધિનું કારણ બને છે; માટે આવા પુણ્યશાળી ધનવાનોનું ધન ઉભય લોકમાં હિત કરનારું હોય છે.
નોંધ :
ગાથા ૬૭૯થી ૬૮૨માં અશોભન ૧૧ કારણોથી ધનવાનોનું ધન નાશ પામે છે અને ગાથા ૬૮૩માં શોભન ૧૧ કારણોથી ધનવાનોનું ઉભય લોકમાં હિતકારી એવું ધન વૃદ્ધિ પામે છે તેમ બતાવ્યું, અને ગાથા ૬૮૪-૬૮૫ના ભાવાર્થમાં દાર્ટાત્તિક યોજન બતાવાશે, તેનાથી આ પાંચ ગાથાઓનું તાત્પર્ય સ્પષ્ટ થઈ જાય છે. આથી અહીં આ પાંચ ગાથાઓનો ભાવ સ્વતંત્ર વર્ણવેલ નથી.
અવતરણિકા : दार्टान्तिकयोजनमाह -
અવતરણિકાર્ય :
ગાથા ૬૭૯થી ૬૮૩માં બતાવ્યું કે આ અશોભન ૧૧ કારણોથી સંસારી જીવોના ઐશ્વર્યનો નાશ થાય છે અને આ જ શોભન ૧૧ કારણોથી ઉભય લોકમાં સુખના કારણભૂત એવા ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org