________________
વ્રતસ્થાપનાવસ્તુકાપ્યો રાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર “કથિત’ | ગાથા -દર ટીકા? ___ द्रव्यादीनां ग्रहणं लोभात् पुनस्तथापरिणामादेव बादरो मन्तव्यः, सर्वत्र व्रते भावो वाऽतिचारो द्रष्टव्यः, अतिरिक्तधारणं चोपधेः मुक्त्वा ज्ञानाद्युपकारं बादर एवेति गाथार्थः ॥६६१॥ * “જ્ઞાનારિ'માં “મરિ' પદથી દર્શન અને ચારિત્રનો સંગ્રહ છે. * “વ્યાવીના''માં “મરિ' પદથી શિષ્યાદિનો સંગ્રહ છે. ટીકાર્ય :
વળી તે પ્રકારનો પરિણામ હોવાથી જ લોભથી દ્રવ્યાદિનું ગ્રહણ બાદર માનવો પરિગ્રહવિરમણ વ્રતમાં બાદર અતિચાર જાણવો, અથવા સર્વત્ર વ્રતમાં ભાવ અતિચાર જાણવો અર્થાત્ દ્રવ્યાદિનું ગ્રહણ એ અતિચાર નથી, પરંતુ દ્રવ્યાદિના ગ્રહણમાં વર્તતો લોભના પરિણામરૂપ ભાવ જ સર્વ વ્રતમાં અતિચાર છે, અને જ્ઞાનાદિ ઉપકારને છોડીને ઉપધિનું અતિરિક્ત ધારણ બાદર જ અતિચાર છે, કેમ કે અધિક ઉપધિ મમત્વથી જ રખાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંયમજીવનની પ્લાનિ કરે તેવા પ્રકારના લોભના પરિણામથી આહાર, ઉપાધિ વગેરે ગ્રહણ કરવાથી સાધુને પાંચમા મૂલગુણમાં બાદર અતિચાર થાય છે. આ કથન વ્યવહારનયની દૃષ્ટિથી છે; જયારે નિશ્ચયનયની દૃષ્ટિથી તો સંયમના પરિણામથી વિરુદ્ધ એવા લોભાદિના પરિણામથી જ બધાં વ્રતોમાં અતિચાર થાય છે. તેથી સર્વ વ્રતોમાં થતો કોઈપણ અતિચાર બાહ્ય આચરણાત્મક નથી, પરંતુ જીવના અંતરંગ ભાવાત્મક છે, જે અંતરંગ ભાવ સંયમથી વિપરીત પરિણામરૂપ છે. આથી લોભથી દ્રવ્યાદિ ગ્રહણ કરવાથી પરિગ્રહવિરમણ વ્રતમાં બાદર અતિચાર થાય છે.
વળી, સાધુના જ્ઞાનાદિની વૃદ્ધિમાં ઉપકારક ન બનતાં હોય તેવાં દ્રવ્યાદિનું ગ્રહણ કરવાથી તો પાંચમા મહાવ્રતમાં બાદર અતિચાર થાય છે, પરંતુ સાધુના જ્ઞાનાદિની વૃદ્ધિમાં ઉપકારક બનતાં હોય તેવાં દ્રવ્યાદિનો પણ સંયમનો ઉપઘાત આદિ કારણ વગર પરિભોગ કરવાથી પણ પાંચમા મહાવ્રતમાં બાદર અતિચાર જ થાય છે; જેમ કે ઠંડીમાં પણ સાધુ સમ્યગુ યત્ન કરે તો સ્વાધ્યાયાદિનો ભંગ થાય તેમ ન હોય, છતાં ઠંડી ન લાગે તે માટે કામળી વગેરે અધિક ઉપધિ ધારણ કરીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરે, તો તે સાધુને પાંચમા વ્રતમાં બાદર અતિચાર જ થાય છે. ૬૬૧il.
અવતરણિકા:
હવે છઠ્ઠા રાત્રિભોજનવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે –
ગાથા :
छट्ठम्मि दिआगहिअं दिअभुत्तं एवमाइ चउभंगो । अइआरो पन्नत्तो धीरेहि अणंतनाणीहिं ॥६६२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org