________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ઇકર-૬૬૩ અન્વયાર્થ:
છમ છઢામાંરાત્રિભોજનના વિરમણરૂપ છઠ્ઠા વ્રતમાં, ત્રિાદિ જિમુત્ત દિવસમાં ગ્રહણ કરેલું, દિવસમાં ખાધેલું, વિડુિં એવમાદિઃઆવા પ્રકારની આદિવાળો, વર્ષો ચાર ભંગરૂપ અમારો અતિચાર થીર્દિ મviતના હિં-ધીર એવા અનંતજ્ઞાની વડે પન્ન પ્રરૂપાયો છે.
ગાથાર્થ :
રાત્રિભોજનવિરમણરૂપ છઠ્ઠા વ્રતમાં દિવસે ગ્રહણ કરેલ, દિવસે ખાધેલ, ઇત્યાદિ ચાર ભાંગારૂપ અતિચાર ધીર એવા અનંતજ્ઞાની વડે પ્રરૂપાયો છે. ટીકાઃ
षष्ठे व्रते दिवागृहीतं दिवाभुक्तं सन्निधेः परिभोगेन एवमादिश्चतुर्भङ्गः तथाविधपरिणामयोगादतिचारः प्रज्ञप्तो धीरैरनन्तज्ञानिभिरिति गाथार्थः ॥६६२॥ ટીકાર્ય :
સંનિધિથી પરિભોગ વડે દિવાગૃહીત દિવાબુક્ત એવમાદિ ચતુર્ભગ=આવા પ્રકારનો ભાંગો આદિમાં છે જેને એવા ચાર ભાંગા, તેવા પ્રકારના પરિણામનો યોગ હોવાથી છટ્ટા વ્રતમાં ધીર એવા અનંતજ્ઞાની વડે અતિચારરૂપ કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
છઠ્ઠા વ્રતમાં ચારભાગા છે, તે આ પ્રમાણે – (૧) દિવાગૃહીત દિવાબુક્ત. (૨) દિવાગૃહીત રાત્રિભુક્ત. (૩) રાત્રિગૃહીત દિવાબુક્ત. (૪) રાત્રિગૃહીત રાત્રિભુક્ત.
આ ચારેય ભાંગાઓમાં ભોજન સંબંધી રાગ-દ્વેષના પરિણામ કરાવે તેવો યોગ હોવાથી અતિચાર થાય છે, એ પ્રમાણે ધીર અને અનંતજ્ઞાની એવા ભગવાન વડે કહેવાયું છે.
આ ચાર ભાંગાઓમાંથી પ્રથમ ભાંગો સર્વથા અતિચારરૂપ નથી, પરંતુ દિવસે વહોરેલ આહારની સંનિધિ રાખીને કાળનું ઉલ્લંઘન કરીને દિવસે વાપરવામાં આવે, તો દિવસે વહોરેલ અને દિવસે ખાધેલ પણ તે આહાર રાત્રિભોજનવિરમણ વ્રતમાં અતિચાર રૂપ બને છે; કેમ કે ખાદ્ય પદાર્થ પ્રત્યે મમત્વનો પરિણામ પ્રગટ્યો હોય ત્યારે જ ખાદ્યપદાર્થને સંનિધિરૂપે રાખવાનો પરિણામ થાય છે. ૬૬રા અવતરણિકા :
વ્રતસ્થાપના પૂર્વે શૈક્ષને સૂત્રો ભણાવવાનાં છે, ત્યાર પછી તે સૂત્રોના અર્થો ભણાવવાના છે, તે અર્થો ભણાવતી વખતે ગુરુએ શૈક્ષને છકાયનું સ્વરૂપ, સાધુના છ મૂલગુણનું સ્વરૂપ અને છ મૂલગુણના છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org