________________
વ્રતસ્થાપનાવસ્તુક યથા વાતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વારઃ નિવેદન'-“આશીર્વચન’ | ગાથા ૬૦૦-૬૦૧ ગુરુ કોણીથી ચોલપટ્ટાને પકડીને ડાબા હાથની અનામિકા આંગળી દ્વારા મુહપત્તિને ગ્રહણ કરે, અને હાથીના દાંત જેવા ઉન્નત એવા બે હાથ વડે રજોહરણને પકડીને શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરે.
આશય એ છે કે જેમ કોઈ દાતા યાચકને બે હાથ ઊંચા કરીને દ્રવ્ય આપતો હોય, તેમ વ્રતોની યાચના કરનાર શૈક્ષને વ્રતોના દાતા એવા ગુરુ વ્રતો આપી રહ્યા હોય, તેવા પ્રકારની મુદ્રા દર્શાવવા માટે ગુરુ ઉન્નત એવા બે હાથમાં રજોહરણ રાખે અને આવી મુદ્રાથી શિષ્યમાં મહાવ્રતોનું ગુરુ આરોપણ કરતા હોય, તેવો ભાવ અભિવ્યક્ત થાય છે. ૬૭ll
અવતરણિકા:
पुनश्च वन्दनपूर्वकं कायोत्सर्गानन्तरं यद् भवेदित्येतद्यथा सामायिके तथैव द्रष्टव्यं, किञ्चित्पुनराहઅવતરણિયાર્થ:
અને વળી વંદનપૂર્વક ચૈત્યવંદનાદિ વિધિ કરવાપૂર્વક, કાયોત્સર્ગની અનંતર=કાયોત્સર્ગ કર્યા પછી, જે કરવા યોગ્ય વિધાન થાય, એ વિધાન જે પ્રકારે સામાયિક વિષયક છે=પ્રવજ્યાદાન વિષયક છે, તે પ્રકારે જ ઉપસ્થાપના વિષયક જાણવું. છતાં ઉપસ્થાપના વિષયક વિધિમાં ગ્રંથકાર કંઈક ફરી કહે છે –
ગાથા :
पायाहिणं निवेअण करिति सिस्सा तओ गुरू भणइ ।
वडाहि गुरुगुणेहिं एत्थ परिच्छा इमा वऽण्णा ॥६७१॥ અન્વયાર્થ:
સિક્સ-શિષ્યો પરિ=પ્રદક્ષિણાપૂર્વક નિવેમ=નિવેદન િિત કરે છે, તો ત્યારપછી ગુરૂ ગુરુ ભટ્ટ કહે છે : ગુરુમુહિં ગુરુ ગુણો વડે વટ્ટુદિ વધ. બ્લ્યુ વ અને અહીં રૂમ-આ=હવે કહેવાશે એ, AUT=અન્ય પરિચ્છી પરીક્ષા થાય છે.
ગાથાર્થ :
શિષ્યો પ્રદક્ષિણાપૂર્વક નિવેદન કરે છે, ત્યારપછી ગુર કહે છે કે “ઘણા ગુણો વડે વધ.” અને આ પ્રસ્તાવમાં હવે કહેવાશે એ અન્ય પરીક્ષા થાય છે.
ટીકા : ___ प्रादक्षिण्यं नमस्कारेण निवेदनं कुर्वन्ति शिष्याः यथावसरं, ततो गुरुर्भणति, किमित्याह-वर्द्धस्व गुरुगुणै 'रिति, अत्र प्रस्तावे परीक्षा इयं चान्या भवतीति गाथार्थः ॥६७१॥ ટીકાર્ય
પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર દ્વારા શિષ્યો અવસર પ્રમાણે નિવેદન કરે છે. ત્યારપછી ગુરુ કહે છે. શું કહે છે? એથી કહે છેગુરુગુણો વડે વધ,” એ પ્રમાણે કહે છે, અને આ પ્રસ્તાવમાં=વ્રતસ્થાપનાના પ્રસંગમાં, આ અન્ય પરીક્ષા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org