________________
વ્રતસ્થાપનાવસ્તુકારેખ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: અભિગત'- પરીક્ષા’ | ગાથા ૬૬૩, ૬૬૪-૬૬૫ ૦૯
અહીં “સમ્યગુ પરીક્ષા કરવી જોઈએ” એ કથનથી એ દર્શાવવું છે કે શૈક્ષ પોતાને થયેલો બોધ દરેક ઉચિત સ્થાનોમાં યથાર્થ જોડી શકે છે કે નહીં, એ જાણવા માટે ગીતાર્થે સમ્યગુ પરીક્ષા કરવાની છે; પરંતુ જો તે ગીતાર્થ ગુરુ વિચારે કે “નજીકમાં આવતો અમુક દિવસ સારો છે અને આની વ્રતસ્થાપના કરવી છે, તેથી તે સારો દિવસ આવે ત્યાં સુધીમાં આ શૈક્ષની જલદી ઉપર-ઉપરથી પરીક્ષા કરી લઉં, જેથી શુભ દિવસ પણ સચવાય અને શુભ મુહૂર્ત આ શૈક્ષની ઉપસ્થાપના પણ થાય.” આવા પ્રકારના આશયથી કરાતી શૈક્ષની પરીક્ષા સમ્યગુ નથી; કેમ કે આવી રીતે ઉપર-ઉપરથી પરીક્ષા કરીને ગુરુ શૈક્ષને વ્રતોમાં ઉપસ્થાપે, તો છે વ્રતો ઉચ્ચરાવ્યા પછી તે શૈક્ષ પોતાના બોધને ઉચિત સ્થાનોમાં યથાર્થ જોડી શકતો ન હોય તો, પોતે લીધેલ વ્રતોમાં જે માલિન્ય કરે તે માલિન્યમાં પ્રબળ નિમિત્ત અવશ્ય ગુરુ બને છે, અને કદાચ શૈક્ષને સૂત્ર-અર્થોનો યથાર્થ બોધ થયેલ હોય તો પણ ગુરુએ ભગવાનની આજ્ઞાનુસાર તે શૈક્ષની પરીક્ષા નહીં કરેલ હોવાથી તે ગુરુ આજ્ઞાભંગાદિ ચાર દોષોને પ્રાપ્ત કરે છે. દ૬all ગાથા :
उच्चाराइ अथंडिल वोसिर ठाणाइ वा वि पुढवीए ।
नइमाइ दगसमीवे सागणि निक्खित्ततेउम्मि ॥६६४॥ અન્વયાર્થ:
(શૈક્ષની પરીક્ષા માટે ગીતાર્થ) કથંડિત્ન અત્યંડિલમાં અશુદ્ધ ભૂમિમાં, વ્યારાડું ઉચ્ચારાદિને વોસિર= વોસિરાવે, પુઢવીણ વાવિ અથવા પૃથ્વીકાયમાં હાઈડ્ર-સ્થાનાદિને (કરે,) તમારૂ રાણીવેકનદી આદિમાં પાણીની નજીકમાં (ઉચ્ચારાદિને જ વોસિરાવે અને) સાબિ=અગ્નિ સહિત વિવિઘત્તત્તેમિ નિક્ષિપ્તતેજવાળામાં (ઉચ્ચારાદિને જ કરે.)
ગાથાર્થ :
શૈક્ષની પરીક્ષા માટે ગીતાર્થ અશુદ્ધ ભૂમિમાં મળ વગેરે વોસિરાવે, અથવા પૃથ્વીકાયમાં કાયોત્સગદિ કરે, નદી આદિમાં પાણીની નજીકમાં મળ વગેરે જ વોસિરાવે અને અગ્નિ સહિત નિક્ષિપ્ત તેજવાળી શુદ્ધ ભૂમિ વગેરેમાં મળ વગેરે જ કરે.
ટીકાઃ
उच्चारादि अस्थण्डिले व्युत्सृजति तत्परीक्षार्थं गीतार्थः, स्थानादि वा पृथिव्यां करोति, स्थानंकायोत्सर्गः आदिशब्दान्निषीदनादिपरिग्रहः, नद्यादावुदकसमीपे उच्चाराद्येव व्युत्सृजति, तथा साग्नौ निक्षिप्ततेजसि स्थण्डिलादौ उच्चाराद्येव करोतीति गाथार्थः ॥६६४॥ * “ચારિ"માં “મરિ' પદથી પ્રમ્રવણ વગેરેનું ગ્રહણ છે. * “નિવનિરિ''માં “માર' શબ્દથી ચાલવું, સૂવું, ઉપકરણો મૂકવાં વગેરે ક્રિયાઓનો સંગ્રહ છે. * “freત્રા''માં મ' શબ્દથી અત્યંડિલનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org