________________
વ્રતસ્થાપનાવસ્તુક | ગ્યો વાતવ્યનિ' દ્વાર/ પેટા દ્વારઃ “કથિત’ | ગાથા ૫૭-૫૮ * “તૃતીfપ'માં “પિ'થી એ કહેવું છે કે બીજા વ્રતમાં તો બે પ્રકારે અતિચાર જાણવો, પરંતુ ત્રીજા પણ વ્રતમાં બે પ્રકારે અતિચાર જાણવો.
ટીકાર્ય
અને આ પ્રમાણે જ=બીજા વ્રતના અતિચારમાં બતાવ્યા એ પ્રમાણે જ, સૂક્ષ્મ અને બાદરના ભેદથી અદત્તાદાનની વિરતિરૂપ ત્રીજા પણ વ્રતમાં આ અતિચાર, ખરેખર બે પ્રકારે જાણવા યોગ્ય છે. ત્યાં=બે પ્રકારના અતિચારમાં, નહીં અપાયેલ તૃણ, ડગલ, છાર, મલ્લાદિને અનાભોગથી ગ્રહણ કરતા એવા સાધુને પ્રથમ=સૂક્ષમ અતિચાર, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૫૭.
ગાથા :
साहम्मिअन्नसाहम्मिआण गिहिगाण कोहमाईहिं ।
सच्चित्ताचित्ताई अवहरओ होइ बिइओ उ ॥६५८॥ અન્વયાર્થ:
ઢોરમાડ઼હિં ક્રોધાદિ વડે સાહગિન્ના િદિ સાધર્મિક-અન્ય સધર્મોના, ગૃહીઓના સત્તાવિત્તારૂં સચિત્ત, અચિત્તાદિને અવરો =અપહરણ કરતા સાધુને વિરૂ ૩ વળી દ્વિતીય=બાદર અતિચાર, હોડું થાય છે. ગાથાર્થ
ક્રોધાદિ વડે સાધુ-સાધ્વીના, ચરકાદિના, અથવા ગૃહસ્થોના સચિત્ત, અચિત્તાદિનું અપહરણ કરતા સાધુને વળી બાદર અતિચાર થાય છે. ટીકાઃ
साधर्मिकाणां-साधुसाध्वीनां, अन्यसधर्माणां-चरकादीनां, गृहिणां च क्रोधादिभिः प्रकारैः सचित्ताचित्तादि अपहरतः तथापरिणामाद्भवति द्वितीयस्तु बादर इति गाथार्थः ॥६५८॥ * “રાથમિ :'માં “ગરિ' પદથી લોભ, ભય અને હાસ્યનું ગ્રહણ છે. * “વિત્તાવાર'માં “મારિ પદથી મિશ્રનો સંગ્રહ છે. ટીકાર્ય :
ક્રોધાદિ પ્રકારો વડે સાધર્મિકોના સાધુ-સાધ્વીઓના, અન્ય ધર્મવાળાઓના–ચરકાદિના, અથવા ગૃહવાળાઓના સચિત્ત, અચિત્તાદિને અપહરણ કરતા સાધુને તેવા પ્રકારનો પરિણામ હોવાથી વળી બીજો બાદર અતિચાર, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
બીજા મહાવ્રતની જેમ ત્રીજા મહાવ્રતમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે અતિચાર જાણવા. તેમાં ઘાસ, પથ્થર, રાખ, કોડિયા વગેરે તેના માલિકને પૂછ્યા વગર અનાભોગથી ગ્રહણ કરતા એવા સાધુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org