________________
પ૦
વતસ્થાપનાવસ્તુક/‘વેમ્યો કાતિવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “કથિત | ગાથા ૬૪પ થી ૬૪૮
અહીં આહારને “યથાયોગ્ય' વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે જેવી રીતે પુરુષ અધિક પ્રમાણમાં આહાર વાપરે તો અજીર્ણાદિ થવાથી તેના શરીરનો નાશ થાય છે, અને પ્રમાણોપેત યોગ્ય આહાર વાપરે તો પુરુષના શરીરની વૃદ્ધિ થાય છે; તેવી જ રીતે અગ્નિમાં પણ ઘી, ઇંધનાદિરૂપ આહાર ઘણો નાખવામાં આવે તો અગ્નિ બુઝાઈ જાય છે; પરંતુ સળગતો રહી શકે એટલા પ્રમાણમાં અગ્નિને યોગ્ય એવો ઘી વગેરે રૂપ આહાર નાખવામાં આવે તો અગ્નિની વિશેષ વૃદ્ધિ દેખાય છે. આમ યથાયોગ્ય આહારના ગ્રહણ દ્વારા શરીરની વૃદ્ધિરૂપ વિકાર પુરુષમાં અને તેમાં સમાન હોવાથી પુરુષ જેમ ચેતન છે, તેમ તેજ પણ ચેતન છે, એ પ્રકારનું અનુમાન થાય છે. ટીકાઃ ___तथा चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगनियमितदिग्गतिमत्त्वाद्, गवादिवत्, तिर्यगेवेति अन्तHतावधारणात् परमाण्वादिभिरनैकान्तिकासम्भवः । ટીકાર્થ :
અને વાયુ ચેતનાવાળો છે, કેમ કે અપરથી પ્રેરિત તિર્યંગુ બીજાની પ્રેરણા વગર તિર્થો, અનિયમિત દિશામાં ગતિમાનપણું છે, ગાયાદિની જેમ. “તિર્થો જ” એ પ્રકારે અંતર્નાત=હેતુની વચમાં અધ્યાહાર રહેલ, અવધારણ હોવાથી પરમાણુ આદિ સાથે અનેકાંતિકનો અસંભવ છે. ભાવાર્થ :
વાઉકાયમાં જીવત્વસાધક અનુમાનપ્રમાણમાં વાયુ પક્ષ છે, “ચેતના” સાધ્ય છે, “પરથી અપ્રેરિત એવી તિર્ય– અનિયમિત દિગ્ગતિ' હેતુ છે, “ગાયાદિનું દષ્ટાંત છે અને “વારિ'માં ‘માવિ' પદથી અશ્વનું ગ્રહણ કરવાનું છે. જેમ ગાય વગેરે પશુ કોઈની પ્રેરણા વગર તીર્જી જ અને અનિયમિત એવી દિ– ગતિ કરે છે, તેમ કોઈની પ્રેરણા વગર તીરછેં જ અને અનિયમિત એવી દિગ્ગતિ વાયુ પણ કરે છે. અહીં ‘
તિવ' એમ વિકાર મૂકવામાં ન આવે તો હેતુનો પરમાણુ વગેરે સાથે વ્યભિચાર પ્રાપ્ત થાય; કેમ કે પરમાણુ આદિ પણ બીજાની પ્રેરણા વગર અનિયમિત અને તિર્જી ગતિ કરે છે; અને કોઈપણ હેતુ સાધ્યની સાથે અન્યત્ર રહેતો હોય, તો તે હેતુમાં સાધ્ય સિવાય બીજે સ્થાને પણ રહેવા રૂપ વ્યભિચાર દોષ પ્રાપ્ત થાય. આથી જીવત્વસાધક હેતુ પરમાણુ આદિમાં પણ ઘટી જવાથી પરમાણુ આદિ જેમ અજીવ છે, તેમ વાયુને પણ અજીવ માનવાનો પ્રસંગ આવે; જ્યારે અાવકાર મૂકવાથી પરમાણુ આદિમાં વ્યભિચાર પ્રાપ્ત થાય નહિ; કેમ કે બીજાની પ્રેરણા વગર પરમાણુ આદિ તિર્થો-ત્રાંસી જ ગતિ કરતા નથી, પરંતુ સીધી=સન્મુખ પણ ગતિ કરે છે, જ્યારે ગાયાદિ અને વાયુ બીજાની પ્રેરણા વગર અનિયમિત અને તિર્થો જ દિ ગતિ કરે છે. આથી ગાયાદિ જેમ ચેતન છે, તેમ વાયુ પણ ચેતન છે, એ પ્રમાણે અનુમાન થાય છે.
અહીં વિશેષ એ છે કે ગાય વગેરે કોઈની પ્રેરણાથી સીધી ગતિમાં પણ ચાલે, પરંતુ કોઈની પ્રેરણા વગર તો હંમેશાં તિર્જી જ ગતિમાં ચાલે, અને કોઈપણ દિશામાં અનિયમિત ગતિમાં ચાલે અર્થાતુ ક્યારેક ચાલે, ક્યારેક ઊભાં રહે, આ પ્રકારનો ગાય વગેરે પશુઓનો સ્વભાવ હોય છે. તે જ રીતે વાયુ પણ પાછળથી કોઈ વસ્તુની પ્રેરણા મળે તો પ્રેરણા પ્રમાણે ગતિ કરે, પરંતુ કોઈની પ્રેરણા ન મળે તો તિર્જી જ ગતિ કરે અને કોઈપણ દિશામાં અનિયમિત ગતિ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org