________________
૫૯
વ્રતસ્થાપનાવસ્તુક/લેખ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૪પ થી ૬૪૮ આ રીતે ગાયાદિ પશુમાં અને વાયુમાં સદેશ હેતુની પ્રાપ્તિ હોવાથી ગાયાદિમાં જેમ ચેતના છે, તેમ વાયુમાં પણ ચેતના છે, એમ સ્થાપન થાય છે.
વળી, પરમાણુ વગેરે બીજાની પ્રેરણા વગર જ ગતિ કરે છે અને કોઈપણ દિશામાં અનિયમિત ગતિ કરે છે અર્થાત્ પરમાણુ આદિમાં ક્યારેક સ્થિતિ પરિણામ થાય ત્યારે ગતિ વગરના સ્થિર હોય છે, અને ક્યારેક ગતિપરિણામ થાય ત્યારે ગતિવાળા પણ હોય છે, અને પરમાણુ આદિ તિર્થો પણ ગતિ કરે છે; છતાં તેઓ માત્ર તિર્થો જ ગતિ કરતા નથી, પરંતુ સીધી પણ ગતિ કરે છે. આથી પરમાણુમાં હેતુની અપ્રાપ્તિ હોવાને કારણે હેતુ વ્યભિચારી બનતો નથી.
ટીકા :
तथा बकुलाशोकदाडिमानबीजपूरककूष्माण्डीकालिङ्गीत्रपुषीप्रभृतयो वक्ष्यमाण(? विवक्षमाण) पक्षसम्बन्धिनो वनस्पतिविशेषाश्चेतनाः, जन्मजराजीवनमरणरोहणक्षताहारोपादानदौ«दामयचिकित्सासम्बन्धित्वात्, यत्र यत्र जन्मजीवनादिमत्त्वमुपलभामहे तत्र तत्र चेतनत्वमपि, यथा वनितासु, यत्र यत्र चेतनत्वं नास्ति तत्र तत्र जन्मादिमत्त्वमपि नास्ति, यथा शुष्कतृणभस्मादिष्विति वैधर्म्यदृष्टान्तः । નોંધ:
અહીં વર્ચમUપક્ષવુચિનો છે, તેને સ્થાને વિવક્ષમા પક્ષસક્વન્જિનો હોય, તેમ ભાસે છે.
ટીકાર્ય :
અને વિવક્ષમાણ પક્ષના સંબંધવાળા બકુલ, અશોક, દાડમ, આમ્ર, બીજોરું, કોળું, કાલિંગી, કાકડી વગેરે વનસ્પતિવિશેષ ચેતન છે, કેમ કે જન્મ, જરા, જીવન, મરણ, રોહણ, ક્ષત, આહારનું ગ્રહણ, દોહલા, રોગ અને ચિકિત્સાનું સંબંધીપણું છે.
જ્યાં જ્યાં જન્મ, જીવનાદિમાનપણું આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યાં ત્યાં ચેતનપણું પણ પ્રાપ્ત કરીએ છીએ, જેવી રીતે સ્ત્રીઓમાં અને જ્યાં જ્યાં ચેતનપણું નથી, ત્યાં ત્યાં જન્માદિમાનપણું પણ નથી, જેવી રીતે સૂકું ઘાસ, ભસ્માદિમાં, આ પ્રમાણે વૈધર્મુ-વ્યતિરેક, દૃષ્ટાંત છે.
ભાવાર્થ :
વિવક્ષા કરાતો એવો પક્ષ “વનસ્પતિ' છે અને તે વનસ્પતિની સાથે સંબંધવાળા બકુલ, અશોકાદિ વનસ્પતિવિશેષો છે. તે સર્વ વનસ્પતિવિશેષને પક્ષરૂપે ગ્રહણ કરીને તે સર્વમાં ચેતનત્વની સિદ્ધિ કરવા અર્થે હેતુ આપે છે કે બકુલાદિ વનસ્પતિઓ જન્મ, જરા, જીવન, મરણ, આરોહણ-વૃદ્ધિ, ક્ષત=ઘા, આહારોપાદાનઆહારગ્રહણ, દોહલા, આમ =રોગ, અને રોગની ચિકિત્સાના સંબંધવાળા છે.
વળી, આ હેતુઓ સાથે સાધ્યની અન્વયવ્યાપ્તિ બતાવે છે કે જયાં જયાં જન્માદિમત્ત્વ રૂપ હેતુઓ પ્રાપ્ત થાય છે, ત્યાં ત્યાં ચૈતન્યરૂપ સાધ્ય પણ પ્રાપ્ત થાય છે. અને તેમાં દૃષ્ટાંત બતાવે છે કે જેવી રીતે સ્ત્રીઓમાં જન્મ, જરાદિરૂપ હેતુઓ છે અને ચેતનત્વરૂપ સાધ્ય છે, તેવી જ રીતે બકુલાદિમાં જન્મ, જરા, જીવનાદિરૂપ હેતુઓ પણ છે અને ચેતનવરૂપ સાધ્ય પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org