________________
૧
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૨૪૫ થી ૦૪૮, ૧૪૯
વળી, ચિકિત્સારૂપ હેતુ પણ વ્યભિચારી છે; કેમ કે બગડી ગયેલા મદ્યને કોઈક પ્રક્રિયાનો ઉપક્રમ કરવા દ્વારા ફરી જે મૂળ સ્વભાવવાળું બનાવાય છે, તે બનાવવાની ક્રિયાને અચેતન એવા મદ્યના રોગની ચિકિત્સા કહેવાય છે. આથી ચિકિત્સારૂપ હેતુ અચેતન એવા મદ્યમાં પણ ઉપલબ્ધ હોવાથી ચેતનવરૂપ સાધ્યની સાથે અચેતનવરૂપ સાધ્યાભાવમાં પણ ઘટે છે.
આ રીતે જન્મ, જરાદિ હેતુઓના અવયવોને સ્વતંત્ર ગ્રહણ કરીએ તો દરેક હેતુ વ્યભિચાર દોષવાળા છે, એવી શંકા કરનારને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે; પરંતુ સર્વ હેતુઓ ભેગા કરીએ તો સ્ત્રીઓમાં અને દાડમ વગેરે વનસ્પતિ-વિશેષોમાં જ દેખાય છે. તેથી દશ હેતુઓનો સમુદાય વનસ્પતિકાયમાં ચેતનત્વની સિદ્ધિ કરે છે. ટીકાઃ
कृतं प्रसङ्गेनेति प्रकृतं प्रस्तुमः ॥६४५ तः ६४८॥ ટીકાર્ય :
પ્રસંગ વડે સર્યું, એથી પ્રકૃતિની અમે પ્રસ્તાવના કરીએ છીએ. ભાવાર્થ :
ગાથા ૬૪૫થી ૬૪૮માં પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોમાં ચેતનાની સિદ્ધિ કરી, ત્યાં પ્રાસંગિક રીતે પૃથ્વીકાયાદિ દરેકમાં જીવવસ્થાપક અનુમાનના આકારો દર્શાવવા ગ્રંથકારને સ્મૃતિ થવાથી, અને સ્મૃતિની ઉપેક્ષા કરવા યોગ્ય નહીં હોવાથી પ્રાસંગિક કથનના “મૃતસ્ય ઉપેક્ષા અનર્ણત્વ” રૂપ લક્ષણ અનુસારે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોમાં જીવત્વસાધક અનુમાનના આકારોનું ગ્રંથકારે અહીં વર્ણન કર્યું.
આ રીતે પ્રાસંગિક કથન પૂરું થવાથી ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સર્યું, માટે હવે અમે પ્રકૃતિને કહીએ છીએ. ૬૪૫થી ૬૪૮
ગાથા :
बेइंदियादओ पुण पसिद्धया किमिपिपीलिभमराई ।
कहिऊण तओ पच्छा वयाइं साहिज्ज विहिणा उ ॥६४९॥ અન્વયાર્થ:
વિમિપિપીનિમમરા પુOT વેવિયાએ વળી કૃમિ, પિપીલિકા, ભ્રમરાદિ બેઇન્દ્રિયાદિ (જીવરૂપે) પસિદ્ધયા પ્રસિદ્ધ છે. (એ જીવભેદોને) હિપકહીને તો પછી ત્યાર પછી વિહિપ ૩ વિધિપૂર્વક જ વાડું વ્રતોને સહિષ્ણ કહે. ગાથાર્થ :
વળી કૃમિ, કીડી, ભમરા વગેરે ઇન્દ્રિયાદિ જીવરૂપે પ્રસિદ્ધ જ છે. એ જીવભેદોને કહીને ત્યાર પછી વિધિપૂર્વક જ વ્રતોને કહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org