________________
33
વ્રતસ્થાપનાવસ્તુકારે વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત / ગાથા ૬૩૨ નોંધ:
ટીકામાં રાકૃત્યાવીનાં છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે રોગમૃત્યાવીનાં હોવું જોઈએ, અને ત્યાં “માર' પદથી. રાજા-મંત્રી, રાજા-સાર્થવાહ, પિતા-પુત્ર, માતા-પુત્રી, રાણી-મંત્રીપત્ની વગેરેનું ગ્રહણ છે. ભાવાર્થ :
અથવાથી ગ્રંથકાર વિકલ્પાંતર બતાવે છે અર્થાત્ અપ્રજ્ઞાપનીય જીવમાં સામાયિકનો પરિણામ નહીં હોવા છતાં આકર્ષો દ્વારા વેશને કારણે તે જીવમાં ફરી સામાયિકના પરિણામનો સંભવ છે, તેથી નિરતિશય ગુરુ તેની વ્રતસ્થાપના કરે છે. તે વાતમાં અન્ય વિકલ્પ બતાવવા માટે “અથવાથી કહે છે.
રાજા-સેવકે સંસારથી વિરક્ત થઈને સાથે સંયમ ગ્રહણ કર્યું હોય અને સેવકે રાજા કરતાં શીધ્ર વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય અને સેવકની રાજા કરતાં પહેલાં વ્રતસ્થાપના કરવામાં આવે એ પ્રક્રમમાં રાજા-સેવકનો વસ્તુસ્વભાવ જાણવો.
આશય એ છે કે રાજા અને સેવકે આત્મકલ્યાણ અર્થે સંયમ ગ્રહણ કર્યું હોય, અને કદાચ સાત્ત્વિક હોય તો દઢ યત્નપૂર્વક સમભાવમાં યત્ન પણ કરતા હોય; તોપણ તેઓ વીતરાગ નથી. આથી ભૂમિને પ્રાપ્ત એવા પોતાના સેવકને પહેલાં વ્રતસ્થાપના દ્વારા પોતાનાથી મોટો કરવામાં આવે, તે રાજાથી સહન થઈ શકે નહિ; કેમ કે અત્યાર સુધી રાજ સંસારમાં સર્વત્ર માન-સન્માન મેળવતો હતો, અને તે માનને છોડીને સંયમજીવનમાં આવ્યા પછી રત્નાધિક સાધુઓને વંદન પણ કરે છે; છતાં પોતાની સાથે પ્રવ્રજિત એવો પોતાનો સેવક પોતાનાથી મોટો થઈ જશે, એ નિમિત્તને પામીને રાજાને માન કષાયનો ઉદય થાય, અને પહેલાં વ્રતસ્થાપના કરવાથી સેવકને પણ “હું રાજા કરતાં મોટો છું' એવા પ્રકારનો માન કષાય થવાનો સંભવ છે. તેથી રાજા-નૃત્યમાં આવો વસ્તુસ્વભાવ છે.
વળી, રાજા-સેવકમાં મહાન અંતર છે. તેના વિષયમાં માન કષાયના ઉદયવાળો આ રાજા ઉપસ્થાપના માટે અયોગ્ય છે, તેમ કહીને રાજાની વ્રતસ્થાપના ન કરવી, એ અનિષ્ટ ફળ છે; કેમ કે આટલા દોષમાત્રથી વ્રતસ્થાપના માટે રાજાને અયોગ્ય કહેવો, એ લોકમાં વિરુદ્ધ ગણાય.
આશય એ છે કે ભૂમિને પ્રાપ્ત થયેલ સેવકને પોતાનાથી મોટો કરવારૂપ નિમિત્તને પામીને રાજા અપ્રજ્ઞાપનીય બને છે ત્યારે રાજામાં સામાયિકનો પરિણામ નથી, તોપણ સંસારનો સર્વ વૈભવ છોડીને સંયમની આરાધના કરવા તત્પર થયેલ રાજાના આટલા દોષમાત્રથી ગુરુ તેની વ્રતસ્થાપના ન કરે, અને તેનો ત્યાગ કરે, તો લોકોને લાગે કે જિનશાસન વિવેક વગરનું છે; આથી ધર્મનું ઘણું લાઘવ થાય, જે અનિષ્ટ ફળવાળું છે. તેથી તે અનિષ્ટ ફળના પરિહાર અર્થે અપ્રજ્ઞાપનીય અને સમભાવથી રહિત એવા પણ રાજામાં વ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે છે.
વિશેષાર્થ :
ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સામાયિકથી રહિત, અપ્રજ્ઞાપનીય એવા રાજા, પિતા વગેરેમાં પાંચ મહાવ્રતોની સ્થાપના કઈ રીતે કરાય? તે શંકાના સમાધાન માટે ત્રણ વિકલ્પો છે. તેમાંથી પ્રથમ વિકલ્પ દ્વારા ગાથા ૬૨૬-૬૨૭માં ગ્રંથકારે ઉત્તર આપ્યો કે વ્યવહારનયના મતે સંજવલન કષાયના ઉદયથી જીવનું સામાયિક અશુદ્ધ બને છે, તેથી અશુદ્ધ પણ સામાયિક હોવાથી અપ્રજ્ઞાપનીય એવા રાજામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org