________________
૫૪
વતસ્થાપનાવસ્તક, રેગ્યો તથાનિ' દ્વાર / પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૬૪૫ થી ૬૪૮
ટીકા : ___ जन्मजराजीवनमरणरोहणाहारदौ«दामयात् कारणात् रोगचिकित्सादिभ्यश्च नारीवत् सचेतनास्तरव इति गाथार्थः ॥६४८॥ ટીકાર્ય :
નારીની જેમ જન્મ, જરા, જીવન, મરણ, રોહણ વર્ધન, આહાર, દોહદ, આયત્રરોગ, હોવાને કારણે અને રોગની ચિકિત્સા આદિ હોવાને કારણે તરુઓ સચેતન છેઃવૃક્ષો ચેતનાવાળાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૯૪૮
અવતરણિકા :
इय(?ह) एवमासां गाथानामक्षरगमनिका, प्रयोगास्त्वेवं द्रष्टव्याः । અવતરણિયાર્થ:
અહીં એકેન્દ્રિયોમાં જીવત્વસાધક અનુમાનમાં, આ ગાથાઓની=૬૪૫થી ૬૪૮ ગાથાઓની, આ પ્રમાણે=તે તે ગાથાની ટીકામાં જણાવ્યું એ પ્રમાણે, અક્ષરગમનિકા છે=શબ્દોનો સામાન્ય અર્થ છે. વળી પ્રયોગો જીવત્વસાધક અનુમાનના પ્રયોગો, આ પ્રમાણે હવે દર્શાવે છે એ પ્રમાણે, જાણવા.
ટીકા :
चेतना विद्रुमलवणोपलादयः, स्वाश्रयस्थाः पृथिवीविकाराः, समानजातीयाङ्करोत्पत्तिमत्त्वात्, अर्थोविकाराङ्करवत्, शेषाश्चाऽभ्रपटलाञ्जनहरितालमनःशिलाशुद्धपृथिवीशर्कराप्रभृतयः सचेतनाः, पृथिवीविकारत्वाद्विद्रुमलवणादिवत्, पूर्वप्रमाणेन दृष्टान्तस्य प्रसाधितत्वात् । ટીકાર્યઃ
વિદ્રમ=પરવાળાં, લવણ=મીઠું, ઉપલ પથ્થર, વગેરે ચેતન છે, કેમ કે પોતાના આશ્રમમાં રહેલા પૃથ્વીના વિકારો છે.
અહીં શંકા થાય કે સ્વાશ્રયસ્થ વિદ્વમાદિ પૃથ્વીના વિકારો છે, તેમાં પ્રમાણ શું? તેથી કહે છે –
સમાન જાતીય અંકુરની ઉત્પત્તિમાનપણું હોવાથી સ્વાશ્રયસ્થ વિદ્રમાદિ પૃથ્વીના વિકારો છે. મસાના વિકારરૂપ અંકુરની જેમ.
અને શેષ એવા અભ્રપટલ અબરખનો સમૂહ, અંજન, હરિતાલ, મણશીલ, અશુદ્ધ પૃથ્વીના કટકા વગેરે સચેતન છે, કેમ કે પૃથ્વીનું વિકારપણું છે=અભ્રપટલાદિ પૃથ્વીના વિકારો છે. વિદ્યુમ, લવણાદિની જેમ.
અહીં વિદ્વમાદિરૂપ દૃષ્ટાંત કઈ રીતે સિદ્ધ થાય? તેથી કહે છે –
પૂર્વના પ્રમાણથી દષ્ટાંતનું પ્રસાધિતપણું છે–પૂર્વે વિહુમાદિમાં ચેતનાસાધક અનુમાન બતાવ્યું એનાથી વિદ્રુમારિરૂપ દષ્ટાંત સિદ્ધ થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org