________________
૩૨
વ્રતસ્થાપનાવસ્તુકારેખ્યો રાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વારઃ “પઠિત’ | ગાથા ૩૨ છે. ત્યારબાદ ગાથા ૬૨૮થી ૬૩૦માં અન્ય સંગતિથી પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કર્યું કે આકર્ષો દ્વારા સામાયિકનો પ્રતિપાત થવાથી અપ્રજ્ઞાપનીય બનેલ પણ પિતામાં ફરી સામાયિકનો સંભવ હોવાથી ગુરુ તેનો ત્યાગ કરતા નથી, અને તેની મહાવ્રતોમાં ઉપસ્થાપના કરે છે. ત્યાં કોઈને શંકા થઈ કે આકર્ષો દ્વારા સામાયિકથી પાત પામેલ પિતા સાથે ઉપધિ વગેરેનો સંભોગ અન્ય સાધુઓ કઈ રીતે કરી શકે? તેનું ગાથા ૬૩૧માં સમાધાન કર્યું.
હવે અન્ય અપેક્ષાને આશ્રયીને શૈક્ષ એવા અપ્રજ્ઞાપનીય પિતામાં વ્રતસ્થાપના કેમ કરાય છે, તે બતાવે છે –
ગાથા :
अहवा वत्थुसहावो विन्नेओ रायभिच्चमाईणं ।
जत्थंतरं महंतं लोगविरोहा अणिट्ठफलं ॥६३२॥ અન્વયાર્થ :
ગરવા અથવા રામશ્વમાdi=રાજા-મૃત્યાદિનો વઘુસાવો વસ્તુસ્વભાવ=તેઓમાં મોટું અંતર હોવાને કારણે નિમિત્તને પામીને માન કષાય થઈ જાય એવા પ્રકારનો વસ્તુસ્વભાવ, વિમો જાણવો. (અહીં પ્રશ્ન થાય કે રાજા-મૃત્યાદિનો સ્વભાવ માની હોવા માત્રથી શું ? કે જેથી સામાયિક નહીં હોવા છતાં તેની વ્રતસ્થાપના કરાય છે? તેથી કહે છે –) નત્યંત મહંતં જ્યાં અંતર મોટું છે, (તવિષયક) નો વિરોહ-લોકમાં વિરોધ હોવાને કારણે (આ) ક્િai-અનિષ્ટફળવાળું છે.
ગાથાર્થ :
અથવા રાજા-બૃત્યાદિનો વસ્તુરવભાવ જાણવો.
અહીં પ્રશ્ન થાય કે રાજા-ભૃત્યાદિનો સ્વભાવ માની હોવા માત્રથી શું ? કે જેથી સામાચિકનો પરિણામ ન હોય, તોપણ વ્રતસ્થાપના કરાય? તેથી કહે છે– જ્યાં અંતર મોટું છે, તદ્વિષયક લોકમાં વિરોધ હોવાને કારણે આ અનિષ્ટફળવાળું છે. ટીકાઃ ___ अथवा वस्तुस्वभावो विज्ञेयः अत्र प्रक्रमे राजप्रभृत्यादीनां (? राजभृत्यादीनां) प्रव्रजितानां, यत्राऽन्तरं महत्, तद्विषयं किमिति ? लोकविरोधात् कारणाद्, अनिष्टफलमेतदिति गाथार्थः ॥६३२॥ ટીકાર્ય :
અથવા આ પ્રક્રમમાં વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત એવા સેવક, પુત્રાદિને વ્રતસ્થાપનાની અનુજ્ઞા નહીં આપનાર એવા અપ્રજ્ઞાપનીય રાજા, પિતાદિ શૈક્ષની વ્રતસ્થાપના કરવાના પ્રસંગમાં, પ્રજિત એવા રાજાભ્રત્યાદિનો વસ્તુસ્વભાવ જાણવો. જ્યાં મોટું અંતર છે, તેના વિષયવાળું આ=સામાયિકથી શૂન્ય એવા અપ્રજ્ઞાપનીય રાજા, પિતાદિની વ્રતસ્થાપના ન કરવી એ, અનિષ્ટફળવાળું છે, કેમ કે લોકમાં વિરોધરૂપ કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org