________________
વ્રતસ્થાપનાવતુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૪પ થી ૬૪૮
૫૧ છે તેવું સિદ્ધ ન થાય ત્યાં સુધી એક ઇન્દ્રિયવાળી પૃથ્વી આદિમાં જીવત્વ સિદ્ધ ન થાય. આથી ગાથા ૬૪૩માં કહેલ કે એકેન્દ્રિયોના સામાન્યથી સિદ્ધ પણ જીવત્વને સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ, તે બતાવવા માટે અનુમાન દ્વારા પૃથ્યાદિમાં ચેતનત્વની સિદ્ધિ કરે છે. તેમાંથી પ્રથમ પૃથ્વીકાયમાં જીવવસ્થાપક અનુમાન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
मंसंकुरो इव समाणजाइरूवंकुरोवलंभाओ ।
पुढवीविहुमलवणोवलादओ हुंति सच्चित्ता ॥६४५॥ અન્વયાર્થઃ
મસંરો વ=માંસના અંકુરની જેમ સમાનારૂવંરોવનંમામો સમાન જાતિરૂપ અંકુરનો ઉપલંભ હોવાને કારણે પુઢવીવિદુમનવોવતાવો પૃથ્વી, વિદ્રુમ, લવણ, ઉપલાદિ ઉચ્ચત્તા સચિત્ત હૃતિ હોય છે. ગાથાર્થ :
મસાદિરૂપ માંસના અંકુરાની જેમ સમાન જાતિરૂપ અંકુરા પ્રાપ્ત થતા હોવાને કારણે પૃથ્વી, વિદ્રુમ, લવણ, ઉપલાદિ સચિત્ત હોય છે. ટીકા : ___ मांसाङ्कर इव मषादिः समानजातीयरूपाङ्करोपलम्भात् कारणात् पृथिवीविद्रुमलवणोपलादयः पार्थिवा भवन्ति सचित्ता इति गाथार्थः, प्रयोगस्तु संस्कृत्य कर्त्तव्य इति ॥६४५॥ * “Hષઃિ "માં મારિ પદથી ગળામાં થતા કાકડા, ગુમડા આદિનું ગ્રહણ છે. ટીકાઈઃ
મસા વગેરે રૂપ માંસના અંકુરની જેમ સમાન જાતીય રૂ૫ અંકુરનો ઉપલંભ હોવાને કારણે પૃથ્વી, વિદ્રુમ, લવણ, ઉપલ વગેરે પાર્થિવો સચિત્ત હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. વળી પ્રયોગ સંસ્કારીને=બનાવીને, કરવો જોઈએ. ‘રૂતિ' કથનની સમાપ્તિ માટે છે. વિશેષાર્થ :
ટીકામાં અનુમાનપ્રયોગ સંસ્કારીને કરવાનો કહ્યો, તે સ્વયં ગ્રંથકાર આગળમાં બતાવવાના છે, છતાં સામાન્યથી તે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે –
પૃથ્વી આદિ પાર્થિવો” એ પક્ષ છે, “સચિત્ત છે” એ સાધ્ય છે, “સમાન જાતિરૂપ અંકુરનો ઉપલંભ હોવાથી” એ હેતુ છે, અને “મસાદિરૂપ માંસના અંકુરની જેમ” એ દૃષ્ટાંત છે. આ પ્રકારના અનુમાન પ્રયોગથી એ સિદ્ધ થાય કે જેમ શરીરમાં થયેલા મસા વગેરે કાપવા છતાં ફરી વૃદ્ધિ પામે છે, તેમ ભૂમિ સાથે જોડાયેલા પૃથ્વી વગેરે પદાર્થો ખોદીને બહાર કાઢવામાં આવે તોપણ જમીનમાં રહી ગયેલ જમીન સાથે જોડાયેલા પૃથ્વી વગેરે ફરી વૃદ્ધિ પામે છે. તેથી શરીર સાથે જોડાયેલ મસાદિ જેમ સચિત્ત છે, તેમ જમીન સાથે જોડાયેલ પૃથ્વી આદિ પદાર્થો પણ સચિત્ત છે. ૬૪પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org